Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

આખી બજાર મોબાઇલમાં: ચપટી વગાડતા બીલ ભરી શકાયઃ લાખો ઇ-પુસ્‍તકોનું વિદ્યાર્થીઓ દ્વારા એકસેસઃ નરેન્‍દ્રભાઇ

ડીઝીટલ ઇન્‍ડિયાના લાભાર્થીઓ સાથે ‘‘ નમો એપ'' ઉપર ચર્ચા કરતા મોદી

 નવી દિલ્‍હીઃ ૫૦ લાખથી વધુ લોકો એક જ વિષય ઉપર વાત કરશેઃ અમે ટેકનોલોજીનો લાભ ગ્રામીણ વિસ્‍તારોમાં મળે તે અંગે ફોકસ કર્યું છેઃ હવે મોબાઇલ ઉપર જ પુરૂ બજાર છેઃ ગેસ-લાઇટના બીલ પણ મોબાઇલથી ભરી શકાય છેઃ છેલ્લા ૪ વર્ષોમાં અમે ડીઝીટલ એમ્‍પોવમેન્‍ટના દરેક પહેલુ ઉપર ધ્‍યાન આપ્‍યું છેઃ સરકારી સેવાઓને એપથી જોડવામાં આવીઃ ૧૬૦૦ સંસ્‍થાઓ આ મુહિમ સાથે જોડાયેલી છે. હવે ડીઝીટલ સુવિધાઓ દેશના દરેક નાગરીકને ઉપલબ્‍ધ છેઃ વિદ્યાર્થીઓ ડીઝીટલ પુસ્‍તકાલયના માધ્‍યમથી લાખો પુસ્‍તકો એકસેસ કરી રહયા છે. જેથી ગ્રામીણ વિદ્યાર્થીઓ સ્‍કુલ-કોલેજમાં ઉપલબ્‍ધ પુસ્‍તકો સુધી સીમીત નથી રહીને સમાજના બધા વર્ગોને મળે તે સુનિતિ કરાયું છેઃ ડીઝીટલ ઇન્‍ડિયા એક સંકલ્‍પ હતો, દેશના સામાન્‍ય વ્‍યકિત, ગરીબ, ખેડુતવિદ્યાર્થી, યુવાઓ તથા ગામડાઓને ડિઝીટલની દુનિયાથી જોડવાનો

(11:39 am IST)