Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

UNA કાશ્‍મીરᅠ અને Pok માં હ્યુમન રાઇટ્‍સના ભંગની ઇન્‍ટરનેશનલ તપાસ કરાવવાની માગણી કરી

રિપોર્ટમાં જણાવાયું છે કેLoc ની બન્‍ને બાજુ હાલના માનવ અધિકાર ભંગના સિલસિલાનો અંત લાવવાની જરૂર છે : ૧૯૮૦ દાયકાથી જમ્‍મુ કાશ્‍મીરમાં શષા જુથો સક્રિય બન્‍યા છે

યુનો તા. ૧૫ : UNA એ પહેલી વખત ભારતશાસિત કાશ્‍મીર અને પાકિસ્‍તાન ઓકયુપાઇડ કાશ્‍મીર Pok  માં કહેવાતા માનવ અધિકાર ભંગ વિશે અહેવાલ પ્રકાશીત કરીને એનો આંતરરાષ્‍ટ્રીય તપાસની માગણી કરી હતી રાષ્‍ટ્રસંઘે પાકિસ્‍તાનને શાંતિમય ચળવળકારોને પરેશાન કરવા માટે તથા અસંતોષને ડામી દેવા માટે આંતકવિરોધી કાયદાનો દુરૂપયોગ બંધ કરવાની સુચના આપી હતી.

UNA  ના અહેવાલમાં જણાવવામાં આવ્‍યું હતુ કે પે પ્રદેશોમાં ભુતકાળના અને હાલના માન અધિકાર ભંગના સિધ્‍ધાંતોનો અંત લાવવાની જરૂર છે  Loc  ની  બન્ને બાજુ લોકોના જીવનને નુકશાનકારક અસર થઇ છે. અથવા માનવ અધિકારો પર નિયંત્રણલ આવ્‍યાં છે. અથવા નકારવામા આવ્‍યા છે. જન્નુ કાશ્‍મીર અને pok વચ્‍ચે તુલના ન કરી શકાય, કારણકે જમ્‍મુ કાશ્‍મીરમાં લોકતાંત્રીક રીતે ચુટાયેલી સરકાર છે અને pok માં પાકિસ્‍તાનના  એક રાજદ્વારી અધિકારીની આડેધડ પ્રાંતના સુબેદાર તરીકે નિયુકિત કરવામાં આવે છે. ૧૯૮૦ ના દાયકાથી અનેક સશષા જમ્‍મુ કાશ્‍મીરમાં સક્રિય છ ે.

અહેવાલોમાં ભારતીય સલામતી દળોએ હિઝબુલ મુજાહિદીનના કમાન્‍ડર બુરહાન વાની કરેલા એકાઉન્‍ટર બાદ કાશ્‍મીરમાં ફેલાયેલ હીંસા પણ ચર્ચા કરવામાં આવી છે. વિરોધ કરતા હિંસક જુથોએ નાગરિકનાં અપહરણોᅠᅠ અને હત્‍યાઓ કરવા ઉપરાંત જાતીય હિંસાચાર પણ કર્યો હોવાના દસ્‍તાવેજી પુરાવા છે.

ભારતે રિપોર્ટ ખોટો ગણાવી રિજેકટ કર્યો

જમ્‍મુ કાશ્‍મીરમાં માનવ અધિકાર ભંગના આરોપો મૂકતા સયુંકત રાષ્‍ટ્રસંઘના અહેવાલને ભારતના વિદેશમંત્રાલયે નકાર્યો છે. ભારતના વિદેશમંત્રાલયે ખોટો, ભ્રામક, પક્ષપાતી અને પ્રેરિત અહેવાલને ભારતની સ્‍વાયતતા અને પ્રાદેશિક અખંડિતતાનો ભંગ કરનારો ગણાવ્‍યો છે મંત્રાલયે પ્રકાશિત કરવાના ઇરાદા સામે પ્રશ્ન કર્યો છે.

(10:15 am IST)