Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ચાંદ ન દેખાતા દેશભરમાં શનિવારે ઉજવાશે ઇદ : શાહી ઇમામ

નવી દિલ્હી તા. ૧૫ :સમગ્ર ભારતમાં ગુરૂવારે કોઈ પણ જગ્યાએ ચાંદ દેખાયો નહીં. ત્યાર બાદ જામા મસ્જિદના શાહી ઈમામે જાહેરત કરી કે ભારતમાં ૧૬ જૂન (શનિવારે) ઈદની ઉજવણી કરવામાં આવશે. ગત વર્ષે સાઉદી અરબમાં ૨૫ જૂનના રોજ ઈદ ઉજવવામાં આવી હતી જયારે ભારતમાં એક દિવસ બાદ ૨૬ જૂનના રોજ ઈદ મનાવવામાં આવી હતી.

ભારતમાં આ વખતે રમજાનની શરૂઆતથી જ મુસ્લિમ સમાજમાં કેટલાક લોકોએ ૧૭ મેના રોજ તો કેટલાકે ૧૮ મેના રોજ પહેલો રોજો રાખ્યો હતો. સામાન્ય રીતે સાઉદી અરબમાં ચાંદ દેખાય તેના એક દિવસ બાદ ભારતમાં ચાંદ દેખાય છે પરંતુ આ વખતે ૧૬ મેના રોજ અરબની સાથે ભારતમાં પણ ચાંદ દેખાશે તેવી વાત કહેવામાં આવી હતી.

દિલ્હીના જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહમદ બુખારીએ જણાવ્યું કે આ અસમંજસ પર અફસોસ જાહેર કરતા કહ્યું કે વર્ષ ૨૦૦૬થી તેમણે દેશની મોટી ચાંદ કમિટિઓની બેઠક દિલ્હીમાં બોલાવી હતી. તેમાં નક્કી કરવામાં આવ્યું કે કોઈ પણ જગ્યાએ ચાંદ દેખાય તો તે જગ્યાની ચાંદ કમિટી બીજી ચાંદ કમિટીઓ સાથે ચર્ચા કરી સામૂહિક રીતે કોઈ એક જ જાહેરાત કરશે. છેલ્લા ૧૧ વર્ષથી આ રીતે જ ઈદની જાહેરાત કરવામાં આવે છે.

(9:59 am IST)