Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

બ્રિટનમાં 112 કી,મી,ની ઝડપે વાવાઝોડું ત્રાટક્યું :સ્કોટલેન્ડનો વ્યસ્ત હાઇવે બંધ

એ-9 ડોનોરક બ્રિજ પર ભારે વાહનો માટે પાબંદી ફોર્થ રોડ બ્રિજ પરથી લોકોને પગપાળા જવાની મનાઇ

બ્રિટનમાં આજે ૧૧૨ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે હેક્ટર વાવાઝોડુ ત્રાટક્યું છે. બ્રિટન હવામાન વિભાગે બુધવારે જીવલેણ વાવાઝોડાની ચેતવણી જાહેર કરી હતી. આજે અહીં નોર્થ આયર્લેન્ડમાં ભયજનક ચેતવણી જાહેર કરાઇ છે. હવામાન વિભાગે આગામી દિવસો માટે અમ્બર (કોઇ પણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા અંગેની) વોર્નિંગ જાહેર કરી દીધી છે. જ્યારે યોર્કશાયર, લેન્સશાયર, ક્યુમબ્રિઆ, નોર્થ ઇસ્ટ ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં વહેલી સવારે વાગ્યાથી બપોરે વાગ્યા સુધી યલો વેધર વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.

સ્કોટલેન્ડના સૌથી વ્યસ્ત હાઇવે એમ૮ વાવાઝોડામાં વૃક્ષો ધરાશાયી થવાના કારણે ંધ કરી દેવામાં આવ્યો છે. સિવાય એ૯ ડોર્નોક બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર બંધ કરી દેવામાં આવી છે. જ્યારે ફોર્થ રોડ બ્રિજ પરથી લોકોને પગપાળા જવાની મનાઇ કરી દેવામાં આવી છે.
   પોલીસે ચેતવણી આપી છે કે ભારે પવનના કારણે આસપાસના હોર્ડિંગ્સ કે ફર્નિચર પડી રહ્યાં છે જેથી લોકોને સતર્ક રહેવાનું કહેવામાં આવ્યું છે. પ્રેસ્ટોન અને લોકકર્બીમાં વેસ્ટ કોસ્ટ મેઇન લાઇનની ટ્રેન રદ કરી દેવામાં આવી છે. સ્કોટલેન્ડ અને નોર્થ ઇંગ્લેન્ડમાં ભારે પવન અને વરસાદના કારણે ભયજનક ચેતવણી જાહેર કરવામાં આવી છે. આગામી કલાકોમાં અહીં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. જેના કારણે ટ્રાન્સપોર્ટેશન ઠપ્પ થઇ જશે અને વીજ પુરવઠો ખોરવાશે. સાઉથ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં આજે ભારે પવન હશે, પરંતુ વરસાદ આવવાની શક્યતાઓ ઓછી છે.

(12:00 am IST)