Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

૨૦૧૮ ‘‘E & Y એન્‍ટ્રીપ્રિનીઅર'' તરીકે ઇન્‍ડિયન અમેરિકન શ્રી રાજેશ ટૂલેટીની પસંદગીઃ નવેં ૨૦૧૮માં યોજાનારી રાષ્‍ટ્રિય કક્ષાની સ્‍પર્ધામાં ફલોરિડાનું પ્રતિનિધિત્‍વ કરશે

ફલોરિટાઃ યુ.એસ.ના ફલોરિડામાં ૩૨મા વાર્ષિક E & Y  એન્‍ટ્રીપ્રિનીઅર એવોર્ડ માટે ઇન્‍ડિયન અમેરિકન શ્રી રાજેશ ટૂલેટીની પસંદગી થઇ છે. તેઓ રાષ્‍ટ્રિય કક્ષાની પસંદગી માટે ફલોરિડાનું પ્રતિનિધિત્‍વ કરશે.

શ્રી રાજેશ ઓર્લાન્‍ડો સ્‍થિત હેલ્‍થ ગ્રિડના ચિફ એકઝીકયુટીવ ઓફિસર છે. જેમની પસંદગી હેલ્‍થકેર ટેકનોલોજી ક્ષેત્રે થઇ છે. તેઓ નોનપ્રોફિટ CHIMEના મેમ્‍બર છે. તથા AEHITના એડવાઇઝરી બોર્ડ મેમ્‍બર છે. ઉપરાંત તેઓ યુનિવર્સિટી ઓફ સેન્‍ટ્રલ ફલોરિડા ફાઉન્‍ડેશનના બોર્ડ મેમ્‍બર તરીકે પણ સેવાઓ આપી ચૂક્‍યા છે.

રાષ્‍ટ્રિય કક્ષાના E & Y એવોર્ડ વિજેતાની પસંદગી નવેં. માસમાં કેલિફોર્નિયા મુકામે થશે.

(10:04 pm IST)