Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ઇન્ફોસિસના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ સંગીતા સિંઘે આપ્યુ રાજીનામું : ખળભળાટ

નવી દિલ્હી :ઇન્ફોસિસના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ અને હેલ્થકેર અને લાઇફ સાયન્સિસના માતબર ૭૫ કરોડ ડોલર બિઝનેસના વડા સંગીતા સિંઘે પોતાના પદ પરથી રાજીનામુ આપી દેતા વ્યાપાર જગતમાં ખળભળાટ મચી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય આઇટી ઉદ્યોગમાં બિઝનેસ ચલાવનારા સંગીતા સિંઘ પીઢ મહિલા છે. તેઓએ વિપ્રોમાં પણ આજ પોર્ટફોલિયો સંભાળતા હતા

(9:29 am IST)