Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

રિઝર્વ બેન્ક બહાર પડશે 100ની નવી નોટ: જલ્દી પ્રિન્ટિંગ શરુ કરાશે: જૂની નોટ પણ ચલણમાં રહેશે

નવી તૈયાર ડિઝાઇનમાં રંગમાં વધુ ફેરફાર નહીં લંબાઈ અને વજન પણ ઓછો હશે

નવી દિલ્હી: હવે રિઝર્વ બેક ટૂંકસમયમાં 100 રૂપિયાની નવી નોટ બહાર પડશે આરબીઆઇના એક અધિકારીએ જણાવ્યુ છે કે રૂ.100ની નવી નોટનુ પ્રિન્ટીંગ જલ્દી શરૂ થઈ શકે છે. નવી નોટ આવ્યા બાદ જૂની નોટ પણ ચલણમાં રહેશે. જો કે ધીમે ધીમે તેને પાછી ખેચી લેવામાં આવશે. એવું જાણવામાં આવી રહ્યુ છે કે નવી નોટનો આકાર નહી બદલવમાં આવે કારણ કે ATMમાં તે સરળતાથી એડજેસ્ટ થઈ શકે.

રૂ.100ની નવી નોટની ડિઝાઈન તૈયાર થઈ જવા આવી છે. નોટના રંગમાં વધુ ફેરફાર કરવામાં આવે. નોટની લંબાઈ જૂની નોટ કરતા ઓછી રહેશે. તેમજ આ નોટનો વજન પણ ઓછો હશે. આ નવી નોટ ભારતીય કાગળથી તૈયાર થશે. આ નવી નોટમાં ઘણા હાઈસિક્યિરીટી ફિચર હશે.

(12:00 am IST)