Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

કેન્દ્ર સરકારને નમાવનાર અને સફળ ખેડૂત આંદોલન કરનાર ભારતીય કિસાન યુનિયનના બે ભાગલા પડી ગયા

બીકેયુના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજેશ સિંહ ચૌહાણે તેમના સમર્થકોથી અલગ થઈને પોતાનું અલગ સંગઠન બીકેયુ (બીન-રાજકીય) બનાવવાની જાહેરાત કરી

નવી દિલ્હી : ભારતીય કિસાન યુનિયન (બીકેયુ)ના ઉભા બે ફાડિયા  પડવાના સમાચાર છે.  ચૌધરી મહેન્દ્ર સિંહ ટિકૈત દ્વારા રચાયેલું યુનિયન, જેના નેતાઓ તેમના પુત્રો નરેશ ટિકૈત અને રાકેશ ટિકૈત હતા, તે હવે તૂટી રહ્યું હોવાનું જણાય છે. 

બીકેયુના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજેશ સિંહ ચૌહાણે તેમના સમર્થકોથી અલગ થઈને પોતાનું અલગ સંગઠન બીકેયુ (બીન-રાજકીય) બનાવવાની જાહેરાત કરી છે
મહેન્દ્ર સિંહ ટિકૈતની પુણ્યતિથિ પર લખનૌમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યાં વિવાદ થયો હતો અને સરકારને પારોઠના પગલાં ભરાવનાર આ સંગઠન બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. 
નવા સંગઠનના પ્રમુખ રાજેશ ચૌહાણે ટિકૈત ભાઈઓ પર આરોપ લગાવ્યો છે કે ખેડૂતોના આંદોલન પછી સંગઠન ખેડૂતોના મુદ્દાઓથી હટી ગયું અને રાજકીય મુદ્દાઓ તરફ આગળ વધવાનું શરૂ કર્યું. જે સંસ્થાને નુકસાન પહોંચાડે છે

 

(4:30 pm IST)