Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

બિહારમાં સુશાસનની એક છઠ્ઠા ધોરણમાં ભણતા ટેણીયાએ નીતીશકુમારની હાજરીમાં પોલ ખોલી નાખી

સોનૂએ સીએમ અને મોટા અધિકારીઓ સામે બિહારની શિક્ષણ વ્યવસ્થા અને દારૂબંદીનો પોલ ખોલી: રાજ્યમાં દારૂબંધી ફક્ત નામની હોવાનું ખુલ્યું: બાળકની વાત સાંભળી અધિકારીઓ ભોંઠા પડ્યા

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યમાં દારૂબંધી અને ઉચ્ચ કક્ષાના શિક્ષણની બડાઈ મારતા હોય છે, જો કે, બિહારમાં સુશાસનને પોલ એક છઠ્ઠા ધોરણમાં ભણતા ટેણીયાએ જાહેરમાં ખોલી નાખી હતી. હકીકતમાં આ બાળક આગળ ભણવા માગે છે, પણ તેના પિતાની દારૂની લતના કારણે ઘરમાં ઘણી મુશ્કેલીઓ આવે છે અને તે આગળ અભ્યાસ કરી શકતો નથી

બિહારના સીએમ નીતિશ કુમારે પોતાની સ્વર્ગિય પત્ની મંજૂ સિંહાની 16મી પુણ્યતિથિના અવસરે કલ્યાણ વિગહાં ગામ પહોંચ્યા હતા. અહીં નીતિશ કુમાર જનસંવાદ કાર્યક્રમમાં લોકોની સમસ્યાઓ સાંભળવા આવ્યા હતા. બરાબર આ જ સમયે છઠ્ઠા ધોરણનો સોનૂ કુમાર પણ ત્યાં આવી પહોંચ્યો હતો

સોનૂએ સીએમ અને મોટા અધિકારીઓ મસામે બિહારની શિક્ષણ વ્યવસ્થા અને દારૂબંદીનો પોલ ખોલી નાખી હતી. સોનૂએ જ્યારે બોલવાનું શરૂ કર્યું તો, અધિકારીઓ પણ સાંભળતા રહ્યા. છઠ્ઠા ધોરણમાં ભણતા સોનૂ કુમારે કહ્યુ કે, સર, પ્રણામ, સર સાંભળોને, મને ભણવાની હિંમત આપો સર, મારી વાલી મને ભણાવા નથી માગતા.

સોનૂના પિતાને દહીની દુકાન છે, પણ કમાણીના બધા રૂપિયા દારૂ પીવામાં વેડફી નાખે છે. સોનૂ ભણી ગણીને IAS, PCS બનવા માગે છે. પણ ગરીબ હોવાના કારણે પોતાનું સપનું પુરુ નહીં થાય. આ બાળકની હોશિંયારી કેટલી હશે, એ વાત તેના પરથી ખબર પડશે કે, આટલી નાની ઉંમરમાં પણ તે 40 બાળકોને ટ્યૂશન આપીને તેમાં ભણવાનો ખર્ચો કાઢે છે.

અહીં ઉલ્લેખનીય છે કે, સીએમ નીતિશ કુમાર હંમેશા બિહારમાં દારૂબંધી અને શિક્ષણ વ્યવસ્થાના ગુણગાન ગાતા હોય છે. પણ આજે જેવી રીતે એક નાના બાળકે સીએમની સામે આવીને પોલ નાખી તેના પરથી સુશાસન બાબૂના શાસનની ખબર પડે છે.

(5:07 pm IST)