Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

મોદી અને ભારતની છબી ખરાબ કરવાનું વૈશ્વિક ષડયંત્ર : મજબૂત લોબી સક્રિય:મેડિકલ જર્નલ લાન્સેટ પણ સામેલ

લેખ લખનારા દુનિયાની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક કંપનીઓના એજન્ડાને આગળ વધારવા માટે પ્રતિષ્ઠિત પ્લેટફોર્મનો ઉપયોગ કરાયો બ્રુસેલ્સ સ્થિત ન્યૂઝ વેબસાઇટ ઇયૂરિપોર્ટરનો દાવો

નવી દિલ્હી : દેશમાં કોરોનાના સંકટના લઇને જે સ્થિતિ ઉદભવી છે. તેને લઇને વિદેશી માધ્યમોમાં ભારત સરકારની આકરી ટીકા કરવામાં આવી રહી છે. ત્યારે હવે એવી વાત પણ સામે આવી છે કે કેટલાક માધ્યમો ભારતની છબી ખરાબ કરવા માટેના પ્રયાસો પણ કરી રહ્યા છે. જેમાં મેડિકલ જર્નલ લાન્સેટનું નામ પણ જોડવામાં આવ્યું છે.

ઇયૂ રિપોર્ટરના એક રિપોર્ટ મુજબ મોટી દવા કંપનીઓની મજબૂત લોબી છે.જે નથી ઇચ્છતી કે કોઇ વિકાસશીલ દેશ ઓછી કિંમતે દુનિયાને વેક્સિન ઉપલબ્ધ કરાવીને તેમના એકાધિકારને પડકાર ફેંકે. બેલ્જીયમની રાજધાની બ્રુસેલ્સ સ્થિત ન્યૂઝ વેબસાઇટ ઇયૂરિપોર્ટરે કહ્યું છે કે એવા સમયે કે જ્યારે ભારતને સહાયતા, સહાનુભૂતી અને ભાગીદારીની જરૂરિયાત છે.

વૈશ્વિક સ્તરે ખ્યાતિપ્રાપ્ત પત્રિકાએ એવા રાજકીય લેખો અને વ્યવસાયિક વિચારોથી બચવું જોઇએ કે જે બીજા દેશોનું મનોબળ ઓછું કરનારા હોય. વેબસાઇટે કહ્યું કે આંતરરાષ્ટ્રીય મીડિયાના આ પ્રકારના રિપોર્ટમાં ભારતીય વેક્સિનને ઓછી આંકીને બતાવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. જેથી માર્કેટમાં વેક્સિનની તંગી ઉભી કરીને લાભ ઉઠાવી શકાય. ઇયૂરિપોર્ટર મુજબ લાન્સેટના આ લેખમાં પણ આ જ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વેબસાઇટનો આરોપ છે કે લેખ લખનારા દુનિયાની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક કંપનીઓના એજન્ડાને આગળ વધારવા માટે પ્રતિષ્ઠિત પ્લેટફોર્મનો ઉપયોગ કરાયો છે અને મરજી મુજબના આંકડા આપ્યા છે.

(11:25 pm IST)