Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

દેશમાં કોરોના વાયરસ સંક્રમણના 85 ટકા કેસ 10 રાજ્યોમાં : રિકવરી રેટ 83.83 ટકા

અન્ય 11 રાજ્યોમાં સંક્રમણના એક લાખથી વધુ એક્ટીવ કેસ: 24 રાજ્યોમાં સંક્રમણનો દર 15 ટકાથી વધુ

નવી દિલ્હી : કેન્દ્રના આરોગ્ય મંત્રાલયના મતાનુસાર, દેશમાં કોરોનાના કુલ કેસ પૈકી 85 ટકા કેસ 10 રાજ્યોમાં છે. અન્ય 11 રાજ્યોમાં સંક્રમણના એક લાખથી વધુ એક્ટીવ કેસ છે જયારે અન્ય આઠ રાજ્યોમાં ઉપચારાધીન રોગીઓની સંખ્યા 50,000 થી એક લાખની વચ્ચે છે.

24 રાજ્યોમાં સંક્રમણનો દર 15 ટકાથી વધુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે છેલ્લામાં છેલ્લી કેસ સંખ્યા અનુસાર આંકડાને સુધારતા દેશમાં કોરોનાના 3,26,098 નવા કેસ નોંધાયા છે. સાથે જ, કુલ દર્દીઓની સંખ્યા વધીને 2,43,72,907 થઇ છે. આ સાથે કોરોનાના વધુ 3890 દર્દીઓનું મોત થતાં કુલ મૃતકોનો આંક 2,66,207 પર પહોંચ્યો છે.

કેન્દ્રના આરોગ્ય સત્તાવાળાઓએ જણાવ્યું કે ઉપચાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા ઘટીને હવે 36,73,802 થઇ છે. જે કુલ કેસના 15.07 ટકા છે. દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર વધીને 83.83 ટકા થયો છે

(10:01 pm IST)
  • 17 મે ના રોજ એક અદ્ભુત ખગોળીય ઘટના બનવાની છે. બુધ ગ્રહ, જે હંમેશાં સૂર્યમંડળમાં સૂર્યની નજીક હોય છે, તે 17 મેના રોજ, જો વાદળો વેરી ના બને તો નરી આંખે જોઈ શકાશે. ખગોળશાસ્ત્રીઓના મતે, આ સમય દરમિયાન, બુધ ક્ષિતિજ ઉપર આશરે 19 ડિગ્રી ઉપર દેખાશે. નોંધપાત્ર વાત એ છે કે સૂર્યની નજીક આવેલા આ ગ્રહને સૂર્યથી ખૂબ દૂર પહોંચવાના કારણે સોમવારે ટેલિસ્કોપ વિના પણ જોઇ શકાશે. access_time 11:35 pm IST

  • રાજકોટ એરપોર્ટ પર અલગ-અલગ રાજ્યોમાંથી એંડીઆરએફની ટીમો આજથી જ સંભવતઃ આવી પહોંચશે. access_time 11:07 am IST

  • લેખક-નાટ્યકાર ભરત દવેનું નિધન ગુજરાતના જાણીતા લેખક અને નાટ્યકાર શ્રી ભરત દવેનું નિધન, સાહિત્ય અને નાટ્ય જગતમા ઘેરા શોકની લાગણી ફેલાઈ છે .. access_time 6:36 pm IST