Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

ભોપાલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત મહિલા ઉપર બળાત્કારનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો : 6 એપ્રિલના રોજ મહિલા ઉપર બળાત્કાર કરનાર વોર્ડ બોયની એક મહિના પછી ધરપકડ : બળાત્કાર મામલે પોલીસે પીડિતાના પરિવારને અંધારામાં રાખ્યો

ન્યુદિલ્હી : ભોપાલ હોસ્પિટલમાં 6 એપ્રિલના રોજ કોરોના સંક્રમિત મહિલા ઉપર વોર્ડ બોય એ બળાત્કાર ગુજાર્યો હતો.જેના બીજા દિવસે મહિલાની તબિયત બગાડતા તેને વેન્ટિલેટર ઉપર રાખ્યા બાદ મોત થયું હતું.

મહિલાએ પોતાના ઉપર બળાત્કાર થયો હોવાની વાત નર્સને કરી હતી.આથી હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસને જાણ કરાઈ હતી.પોલીસે બળાત્કારના આરોપી વોર્ડ બોયની એક મહિના પછી ધરપકડ કરી હતી.
પરંતુ બળાત્કાર મામલે પીડિતાના પરિવારને ઠેઠ સુધી અંધારામાં રાખવામાં આવ્યો હતો.તેથી પરિવારજનો મહિલાનું મૃત્યુ માત્ર કોરોનાથી  થયું હોવાનું માનતા હતા.

આખરે ખબર પડતા મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.અને સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલી કમિટી ઉપરોક્ત ઘટનાની તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે આરોપીએ આ અગાઉ એક નર્સ ઉપર પણ બળાત્કાર કર્યો હતો.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(7:40 pm IST)
  • રાજ્યમાં સૌથી વધુ રસીકરણ અમદાવાદ જિલ્લામાં ૧૯.૫૭ લાખ લોકોનું થયુઃ કયા જિલ્લામાં કેટલુ વેકસીનેશન થયું ? access_time 4:39 pm IST

  • ૨૮મીએ સવારે જીએસટી કાઉન્સિલની બેઠક : ૨૮ મેના સવારે ૧૧ વાગે નાણામંત્રી નિર્મલા સીતારમણના અધ્યક્ષ સ્થાને ૪૩ મી જીએસટી કાઉન્સિલની બેઠક મળશે. access_time 3:22 pm IST

  • હવે ગોવાની તમામ ૨૧ ખાનગી હોસ્પીટલોમા પણ કોરોનાની સારવાર મફતમા થશે : સારવારનો તમામ ખર્ચો ભોગવશે રાજ્ય સરકાર : મહત્વની જાહેરાત કરતા ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત access_time 10:41 pm IST