Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

જર્જરિત મંદિરોના દેવતાઓની ૨૮વર્ષ બાદ પૂજા-અર્ચના શરુ કરાઈ

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદીરના નિર્માણની સાથે જ ૨૮ વર્ષ પછી ૧૩ મંદિરોમાં ભગવાનની પૂજા શરુ કરવામાં આવી છે. જે વર્ષો સુધી બંધ હતા. રામલીલા પરિસરમાં આ મંદિર સારસંભાળના અભાવે જર્જરિત થઈ ગયા હતા. લાંબી કાનૂની લડત બાદ રામમંદિર નિર્માણ કાર્ય શરુ થયું. એમાંથી કેટલાક  મંદિર ગર્ભગૃહની હદમાં આવેલા હોવાથી તેને તોડવામાં આવ્યા હતા, આ મંદિરોમાં સ્થાપિત દેવી-દેવતાઓ અને વિગ્રહને કારસેવક પુરમની યજ્ઞ શાળામાં અસ્થાઈ રૂપથી સ્થાપિત કરવામાં આવ્યા છે. હવે તેની વિધિવત પૂજા-અર્ચના થઇ રહી છે.

 ૧૩ મંદિરમાં બંધ હતું પૂજા કાર્ય રામલલા પરિસરના સ્વામિત્વને લઈને લાંબા સમય સુધી કાનૂની લડાઈ લડયા પછી ૧૯૯૩માં કોર્ટના આદેશ પર મંદિર પરિસરની હદમાં આવેલ ૭૦ એકર જમીનનું અધિગ્રહણ કરવામાં આવ્યું. અધિગૃહિત જમીનમાં રામલાલના જન્મસ્થળ સહીત ૧૩ એવા મંદિર પણ હતા જેમાં પૂજા- અર્ચના થતી હતી. પણ અધિગ્રહણ પછી સુરક્ષા કારણોને લીધે આ મંદિરોમાં પૂજા બંધ થઇ ગઈ હતી. માત્ર જન્મભૂમી સ્થળ રામલલ્લાની પૂજા કરવાની પરવાનગી કોર્ટે આપી હતી, ૨૮ વર્ષ સુધી મંદિરોની સાર સંભાળના અભાવે મંદિરો જર્જરીત થઈ ગયા હતા. શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપતરાયનું કહેવું છે કે ૧૯૯૩માં અધિગ્રહિત ૭૦ એકર ભૂખંડમાં કોહબર ભવન, રામખજાના અને આનંદ ભવન સહીત તમામ મંદિર નિર્માણના સમયે રામલલ્લા મંદિરના પારકોટેમાં આવી ગયું. સીતા રસોઈ મંદિર અને સાક્ષી ગોપાલ મંદિર ગર્ભગૃહ પરિક્ષેત્રમાં આવી રહ્યું છે. અડધાથી વધુ ભાગમાં રામમંદિરનો પગથીયા શરુ થશે, તેમાં થી રામખજાના, કોહબર ભવન સહીત અન્ય જર્જરિત મંદિરોને એટલા માટે પાડવામાં આવ્યા કે આ મંદિરોના દેવીદેવતાઓ અને વિગ્રહને સુરક્ષિત રાખી લેવામાં આવ્યા હતા, જેને હવે કારસેવકપુરમમાં ચાલતી યજ્ઞશાળામાં સ્થાપિત કરવામાં આવ્યા છે. હવે તેની પૂજા કરવામાં આવી રહી છે.

 સમય ખુબજ કઠીન, બે લક્ષ્યને પાર પાડવાની ચેલેન્જ

 શ્રીરામ જન્મભૂમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ના મહાસચિવ ચંપત રાયનું કહેવું છે કે તે સમય બહુજ કઠીન હતો. બે બે લક્ષ્યને પાર પાડવાનું હતું. પહેલાતો શ્રમિકોને કોરોના સંક્રમણથી બચાવાના છે, અને બીજી રામ મંદિર નિર્માણના કામને પણ સમયસર પૂરું કરવાનું છે. કારણકે વરસાદ શરુ થાય એ પહેલા પાયા ભરવાનું કામ પૂરું નહિ થાય તો પરિસરમાં પાણી ભરાય જશે, જેથી ગર્ભગૃહના પાયામાટે ખોદેલા ખાડાઓ ૪૦ લેયર(થર) ભરવાનું કામકાજ પુરજોશ થી ચાલી રહ્યું છે, કામમાં જળપ લાવવા અંતે મેસર્સ બાલાજી કન્ટ્રકસન કંપનીના મશીનોની સાથે મજુરો અને કારીગરોની સંખ્યા વધારી દેવામાં આવી છે, વાઈબ્રો રોલર સહીત કુલ ૧૬ મશીનની સાથે ૧૦૦ વર્કર કામ કરી રહ્યા છે.

(4:08 pm IST)