Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

હાથી ઉપર હત્યાનો ગુન્હો, દોઢ વર્ષ પછી પેરોલ ઉપર છુટવાની આશા

નવી દિલ્હીઃ એક હાથી પર આઈપીસી ધારા ૩૦૨ લગાવામાં આવી છે. છલ્લા દોઢ વર્ષથી કેદ છે મીઠું નામનો હાથી પે એક વ્યુકિતને કચડીને મારી નાખ્યો હતો. જ્તેહી હત્યાનો ગુનો નોંધાયો હતો. તેના પર, ત્યારથી ચંદોલી બાગમાં બનાવેલ અસ્થાઈ જેલમાં હાથીને ને બેડીઓમાં બાંધી રાખવામાં આવ્યો છે. ઝાડ સાથે બાંધેલ હોવાથી ના તો બેસી સકે છે ના તો તે સુઈ સકે છે, ઉભોજ રહે છે. આ સ્થતિને જોતા વન્યજીવ પ્રેમિયો એ છોડવાની માંગ કરી હતી. વારાણસી ના પોલીસ કમિશનર એ.સતીશ ગણેશ એ પેરોલ પર છોડવાની અપીલ કરી હતી.

 છેડછાડ બાદ ખુસ્સે ભરાયો હતો હાથી

 આ ઘટના ૨૦ ઓકટોબર ૨૦૨૦ની છે. રામનગરમાં રામલીલા ચાલતી હતી. ત્યારે મીઠું પણ મહાવત સાથે ગયો હતો, મહાવતના દીકરા રીંકુના કહીય મુજબ આવતી વખતે લોકોએ તેમને છેડતી કરી હતી. જેથી ગુસે ભરાયેલ હાથીએ એક વ્યકિતને મારી નાખ્યો, અને હાથી પર ૩૦૨ ધારા મુજબ વન્ય જીવ અધિનિયમ મુજબ કેશ દાખલ કરવામાં આવ્યો.

 દુધવા પાર્કમાં છોડવાની તૈયારી

 વારાણસી પોલીસ કમિશ્નર એ આ વિષે ફોરેસ્ટ સર્વિસમાં કામ કરતા તેના મિત્ર રમેશ પંડ્યાનો સંપર્ક કર્યો, તેઓ ન્યુ દિલ્લી જુના ડીરેકટર છે, તેની સાથે મીઠુંને છોડવાની વાત કરી, માનવામાં આવી રહ્યું છે કે જલ્દી હાથીને પેરોલ પર છોડીને દુધવા નેશનલ પાર્ક, લખીમપુર જંગલમાં છોડી દેવામાં આવશે. છતાં કેસ તો ચાલુજ રહેશે.

(2:58 pm IST)