Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

ભારતે કોવિશીલ્ડના ડોઝનો ગેપ વધાર્યો તો બ્રિટને ઘટાડયોઃ હવે ૮ અઠવાડિયા બાદ લાગશે બીજો ડોઝ

કોવિશીલ્ડના બીજા ડોઝની વચ્ચે ભારતે અંતર વધારી ૧૨-૧૬ અઠવાડિયા કર્યુઃ બ્રિટને અંતર ઘટાડી ૧૨ની જગ્યાએ ૮ અઠવાડિયા કર્યુ

લંડન, તા.૧૫: ભારત સરકારે હાલમાં જ કોરોના રસી કોવીશીલ્ડની બન્ને ડોઝની વચ્ચે અંતરને વધારીને ૧૨-૧૬ અઠવાડિયાની જાહેરાત કરી હતી. કહેવામાં આવી રહ્યુ છે કે સરકારે બ્રિટનના આધાર પર આ નિર્ણય કર્યો છે.  જો કે બ્રિટને કોવિશીલ્ડ રસીના બીજા ડોઝનો સમય ૧૨ થી ઘટાડી ૮ અઠવાડિયા કર્યો છે.

એનએચએસ ઈંગ્લેન્ડે ટ્વીટ કરી આ જાણકારી આપી છે. ટ્વીટમાં કહ્યુ કે આજે સરકારે કહ્યુ કે કોરોનાની રસીનો બીજો ડોઝ ૧૨ની જગ્યાએ ૮ અઠવાડિયામાં આપવામાં આવશે. લોકોને રસી લેવાનું ચાલુ રાખવુ જોઈએ, આ માટે એનએચએસના સંપર્ક કરવાની જરુર નથી. જે લોકોને પોતાના અપોઈમેન્ટને આગળ વધારવુ જોઈએ. તેમણે જણાવ્યુ કે તે આવુ કરવા માટે સક્ષમ છે.

દેશમાં કોરોનાની રસીની અછતની વચ્ચે સરકારી ગ્રુપ એનટીએજીઆઈએ કોવિશીલ્ડ રસીના બન્ને ડોઝ વચ્ચેનું અંતર વધારી ૧૨-૧૬ અઠવાડીયા કરવાની ભલામણ કરી છે. આ પહેલા પ્રોટોકોલ અંતર્ગત કોવીશિલ્ડના બે ડોઝની વચ્ચે ૬  મહિનાથી ૮ અઠવાડિયાનું અંતર રાખવાનું હોતુ હતુ. એનટીએજીઆઈએ એમ પણ કહ્યુ હતું કે જે લોકોએ કોરોનાગ્રસ્ત રહી ચૂકયા છે. તેમના સાજા થયાના ૬ મહિના સુધી રસી ન લગાવવી જોઈએ. પેનલમાં કહેવામાં આવ્યુ હતુ કે હાલના સાક્ષ્યો, ખાસ કરીને બ્રિટનથી મળેલા પુરાવાના આધાર પર કોરોનાના કામકાજી ગ્રુપ કોવિશીલ્ડના બે ડોઝની વચ્ચેનો સમય વધારીને ૧૨થી ૧૬ કરવામાં સહમત થયો છે.

અમેરિકાના ચિકિત્સા સલાહકાર ડો. એન્થની ફૌસીએ આને યોગ્ય ગણાવ્યુ. ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યૂહમાં તેમણે કહ્યુ કે જયારે તમને મુશ્કેલ સ્થિતિમાં હોવ છો. જેવી સ્થિતિ ભારતમાં છે. તમારે પ્રયાસો કરવાની જરુર છે કે તમે વધારેમાં વધારે લોકોને જલ્દીથી જલ્દી રસી લગાવી શકો. એટલા માટે મારુ માનવું છે કે આ એક સારો દ્રષ્ટિકોણ છે.

(2:58 pm IST)