Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

ઓકસીજન સિલિન્ડરના બદલામાં પાડોશીએ યુવતી પાસે સેકસની માંગણી કરી : સોશ્યલ મીડિયામાં લોકો ભડકયા

દિલ્હીની શરમજનક ઘટના : મજબુરીનો લાભ ઉઠાવનારા પર ફીટકાર

નવી દિલ્હી તા. ૧૫ : કોરોના મહામારીએ આખા દેશમાં ત્રાસ ફેલાવી દીધો છે. જયાં એક બાજુ મોતથી લાશોનો ઢગલો પણ થવાનું રોકાઈ રહ્યું નથી. તો બીજી બાજુ આ મહામારીએ માનવતાને પણ શર્મસાર કરી દીધી છે. આવનારા સમયમાં આવી ઘટનાઓ સામે આવી રહી છે. હાલમાં એક એવી ઘટના સામે આવી છે. જેમાં યુવતીએ પોતાના પિતા માટે ઓકિસજન સીલિન્ડરની જરૂરિયાત હતી તો તેના પાડોશીએ તેને પોતાની સાથે સુવા માટે કહી દીધું.

હકિકતમાં આ ઘટના સોશ્યલ મીડિયાના માધ્યમથી સામે આવી છે. ભાવરીન કંધારી નામની એક ટ્વિટર યુઝરે એને ટ્વિટ કરીને લખ્યું છે કે મરી એક દોસ્તની બહેને પોતાના પિતા માટે ઓકિસજન સિલિન્ડરની જરૂરિયાત હતી. તેને પાડોશીએ સિલિન્ડરના બદલે તેને પોતાની સાથે સુવા માટે કહ્યું. શું આના પર કાર્યવાહી કરી શકાય છે. જયારે તે એમ કહી દેશે કે મેં એવું કંઈ કીધું જ નથી.

ભાવરીનનું ટ્વિટ જયારથી વાયરલ થયું લોકો અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકોએ કહ્યું કે આવા હલકી માનસિકતાવાળા લોકોનું નામ જાહેર કરી દેવું જોઈએ. જેથી તેને શરમ અનુભવે. કોઈએ કહ્યું કે આ વ્યકિત ઉપર પોલિસમાં ફરિયાદ નોંધાવવી જોઈએ.

એટલું જ નહીં. સોશ્યલ મીડિયાના માધ્યમથી એવા કેસ સતત સામે આવી રહ્યા છે. એને મળતી જ એક ઘટના સામે આવ્યા જેમાં એક છોકરીએ ટ્વિટ કરતાં જણાવ્યું કે જયારે કોરોના બીમારી બાબતે માહિતી માટે એક નંબર પર ફોન કર્યો. તો ત્યાંથી જવાબ આવ્યો. અરે મેડમ હું તો ફકત છોકરીઓની સપ્લાય કરૃં છું. કોઈ વસ્તુઓની નહીં. એ પછી કોલ ડિસ્કનેકટ કરી દીધો. જો કે બીજા મામલામાં છોકરીએ પોલિસ ફરીયાદ કરી દીધી હતી. અને પોલીસને બતાવ્યું હતું કે ફોન કર્યા પછી શું જવાબ આવ્યો હતો. તે પછી હરિયાણા પોલીસે તપાસ પણ ચાલુ કરી દીધી છે.

(11:53 am IST)