Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

આવી રીતે જીતી શકાય કોરોના સામેનો જંગ???

યુપી-બિહારથી માંડીને ઝારખંડ સુધી કોરોના કાળમાં ધુળ ખાઇ રહ્યા છે હજારો વેન્ટીલેન્ટર

નવી દિલ્હી તા. ૧પઃ એેક વેન્ટીલેટર એક વરસમાં કેટલાય લોકોનો જીવ બચાવી શકે છે. આ જીવનરક્ષક ઉપકરપણ બહુ મોંઘુ આવે છે એટલે જ તે દરેક હોસ્પીટલમાં હોતા પણ નથી. દિલ્હી એનસીઆરની મોટી હોસ્પીટલોમાં પણ હંમેશા વેન્ટીલેટરની અછત રહેતી હોય છે. આવી પરિસ્થિતિ હોવા છતાં પણ સેંકડો વેન્ટીલેટરો જયાં ત્યાં ધુળ ખાઇ રહ્યા છે. કયાંક તેને ચલાવનાર નથી તો કયાંક તે નાનકડા પાર્ટના અભાવે બંધ પડયા છે.

કોરોના કાળમાં વેન્ટીલેટરની અછત સામે આખું મધ્ય યુપી લડી રહ્યું છે. બુંદેલખંડના જીલ્લાઓમાં પરિસ્થિતિ થોડી સારી છે. મધ્ય યુપીના આઠ જીલ્લાઓમાં ટેકનીશ્યન અને સપોર્ટીંગ સ્ટાફ ન હોવાથી મુશ્કેલીઓ વધારે છે પીએમ કેર ફંડ અને પહેલાથી લીધેલા રપ૦ થી વધારે વેન્ટીલેટરોમાંથી અડધાથી વધારે ધૂળ ખાઇ રહ્યા છે. સૌથી ખરાબ સ્થિતિ કનોજ મેડીકલ કોલેજની છે. અહીં કુલ ૧૦પ વેન્ટીલેટરો હતાં જેમાંથી ૩૦ લખનૌ મોકલી દેવાયા છે અને બાકીના ૭પ ઇન્સ્ટોલ તો છે પણ બિનઉપયોગી જીલ્લા હોસ્પીટલમાં ર૪ વેન્ટીલેટરો સ્ટાફ ન હોવાથી નકામા છે. આવી જ સ્થિતિ ફર્રૃખાબાદની છે જયાં ૧૬ માંથી એક પણ વેન્ટીલેટર કમ નથી કરતું કેમકે તેને ચલાવનાર કોઇ નથી કાનપુર એક માત્ર જીલ્લો છે જયાં વેન્ટીલેટરની કોઇ મુશ્કેલી નથી કે, તેના સંચાલન માટેના પ્રશિક્ષિત સ્ટાફની.

બરેલીની ૩૦૦ બેડની કોવિડ હોસ્પીટલમાં ૧૮ વેન્ટીલેટરો ઇન્સ્ટોલ કરાયા હતા, જે એક વર્ષ પણ ન ચાલ્યા. પ્રશિક્ષિત સ્ટાફની અછતના કારણે કોરોના કાળમાં પણ તે બંધ રહ્યા. સીએમઓનું કહેવું છે કે ટુંક સમયમાં જ પ્રશિક્ષિત સ્ટાફ મળવાની શકયતા છે, ત્યાર પછી આ વેન્ટીલેટરો ચાલુ થઇ શકશે. આવી જ સ્થિતિ બધે છે, યુપી, બિહાર, ઝારખંડ જેવા રાજયોમાં પણ હજારો વેન્ટીલેટરો પ્રશિક્ષિત સ્ટાફ અથવા નાના નાના સ્પેરપાર્ટસના અભાવે બંધ પડયા છે. જેના કારણે કોરોનાની બીજી લહેરમાં હજારો દર્દીઓના જીવ જોખમમાં મુકાયા છે.

(11:48 am IST)