Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

'તૌકતે' વાવાઝોડુ વિકરાળ બન્યુઃ કેરળમાં ભારે વરસાદઃ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી

આવતા ૪૮ કલાકમાં કેરળ, કર્ણાટક અને કોંકણમાં ગંભીર હવામાનની સ્થિતિ ઉભી થશે

નવી દિલ્હી, તા. ૧૫ :. અરબી સમુદ્રમા ઉઠેલા 'તૌકતે' વાવાઝોડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ છે. જેને ધ્યાને રાખી વહીવટી તંત્ર અને સુરક્ષા દળો એલર્ટ છે. એનડીઆરએફની ૫૩ ટીમની તૈનાતી કરવામાં આવી છે. હવામાન ખાતાએ આવતા ૨૪ કલાકમાં ચક્રવાતી વાવાઝોડાને વધુ વિકરાળ થવાની આશંકા વ્યકત કરી છે. જાણકારોના કહેવા મુજબ આજે દરીયાઈ વાવાઝોડુ બની જશે અને તે ઉત્તર - પશ્ચિમ દિશામાં આગળ વધશે. કહેવાય છે કે આ વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધશે.

કેરળમાં કોટાયમ ખાતે જોરદાર વરસાદ થઈ રહ્યો છે. આવતા ૪૮ કલાકમાં કેરળ, કર્ણાટક અને કોંકણમાં ગંભીર પરિસ્થિતિ થઈ શકે છે. રીપોર્ટ અનુસાર વાવાઝોડુ આગળ વધવાની અસર સ્વરૂપ કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવામાં પણ અસર દેખાશે ત્યાં ભારે પવન ફુંકાશે.

હવામાન વિભાગે મુંબઈ અને થાણેમાં યલો એલર્ટ જાહેર કર્યુ છે જ્યારે ગુજરાત અને કેરળના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે.

સ્કાયમેટના કહેવા અનુસાર વાવાઝોડુ ૧૮મીએ સાંજ સુધીમાં ગુજરાત અને પાકિસ્તાન સુધી પહોંચી શકે છે.

(10:55 am IST)
  • ગીરસોમનાથ જિલ્લામાં NDRF ની ટીમનું આગમન: ફોલ્ડિંગ સ્પીડ બોટ, કટર મશીન, તરવૈયાઓ માટેના આધુનિક સાધનો સહિત કાફલો વેરાવળ પહોંચ્યો: આગામી 72 કલાકમાં વાવાઝોડાની અસરો અને આડઅસરોથી ગીરસોમનાથ થઈ શકે છે પ્રભાવિત: તમામ પરિસ્થિતિને પહોંચી વળવા NDRF સજ્જ access_time 8:28 pm IST

  • રશિયન સરકારે “અંફ્રેન્ડલી સ્ટેટ્સ” ની સૂચિ બહાર પાડી છે જેમાં હવે અમેરિકા અને ચેક રિપબ્લિકનો સમાવેશ થાય છે. ચેક દૂતાવાસને 19 રશિયન નાગરિકો અને અમેરિકી દૂતાવાસોને એકપણ અધિકારી રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં તેમ રશિયન સરકારના સૂત્રોએ જણાવ્યું હતું. access_time 12:48 am IST

  • એનડીઆરએફની ૧૫ ટીમો જામનગર પહોંચી : ગુજરાત: ચક્રવાત તૌકતે ભૂમિ ઉપર ખાબકશે તેથી સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની ૧૫ ટીમો જામનગર પહોંચી છે. access_time 3:23 pm IST