Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

મહામારીએ વૃધ્ધોમાં આરોગ્યની ચિંતામાં વધારો કર્યો

કોવિડના વધતા કેસ અને મૃત્યુઆંકને કારણે ૮૨.૪ ટકા વૃધ્ધોમાં માનસિક સમસ્યા વધી હોવાનું તારણ

નવી દિલ્હી,તા. ૧૫ : કોવિડ-૧૯ના સતત વધી રહેલા કેસ અને મૃત્યુના સમાચારને પગલે લગભગ ૮૨.૪ ટક વૃદ્ઘોને આરોગ્યની ચિંતા સતાવે છે. અભ્યાસમાં ૫,૦૦૦થી વધુ વૃદ્ઘોના ગયા મહિનાના ડેટાનું સંકલન કરાયું હતું. બિનસરકારી સંસ્થા એજવેલ ફાઉન્ડેશનના અભ્યાસમાં જણાયું હતું  કે, અપૂરતી ઊંઘને કારણે લગભગ  ૭૦.૨ ટકા વૃદ્ઘો અનિદ્રા અને ખરાબ વિચારોથી પીઠાય છે.

અભ્યાસની વિગત અનુસાર 'વૃદ્ઘોની મુખ્ય સમસ્યાઓમાં આરોગ્ય  અંગેની ચિંતા, અનિદ્રા, ગભરટના આંચકા, ડિપ્રેશન, કોરોના સંક્રમણનો ડર, ભુખ ન લાગવી તેમજ અનિશ્ચિત ભવિષ્યની ચિંતાનો સમાવેશ થાય છે. ફાઉન્ડેશનના નિવેદનમાં જણાવ્યા અનુસાર 'ડટા વિશ્લેષણ મુજબ લગભગ ૮૨.૪ ટકા વૃદ્ઘો કોવિડના વધતા કેસ અને મૃત્યુને કારણે આરોગ્ય અંગેની ચિંતા સતાવતી હોવાની ફરિયાદ કરી રહ્યા છે.' એકલતા અને સામાજિક મુલાકાતો બંધ થઈ જવાને કારણે ગયા મહિનામાં લગભગ ૬૩ ટકા વૃદ્ઘોને ડિપ્રેશનના લક્ષણો જણાયા હતા. જયારે ૩.૩ ટકાએ તણાવની ફરિયાદ કરી હતી.

અભ્યાસમાં લગભગ પપ ટકા વૃધ્ધોએ દાવો કર્યો હતો કે, તેઓ જીવનશૈલીમાં બદલાવ, નિયંત્રણો અને અન્ય પરિબળોને કારણે નબળાઈ અને થાકનો અનુભવ કરી રહ્યાછે. લગભગ પર.ર ટકા વૃદ્ઘોએ ગયા મહિને ભૂખ નહીંલાગતી હોવાની પણ ફરિયાદ કરી હતી. એજવેલ ફાઉન્ડેશનના સ્થાપક હિમાંશુ રથે જશાવ્યું હતું કે, 'કોવિડની બીજી લહેરમાં કાઉન્ેલિંગની જરૂરપડી હોય અથવા ડિપ્રેશન, ચિંતા, અનિદ્રા, ભય, તણાવ, એકલતા અનુભવતા વૃદ્ઘોની સંખ્યામાં ૫૦ ટકાનો વધારો નોંધાયો હતો.'

અભ્યાસના તારણ અનુસાર વિવિધ સ્ત્રોત ઉપલબ્ધ હોવાછતાં મોટા ભાગના વૃદ્ઘો કોરોનાને કારણે અસહાય હોવાનું અનુભવી રહ્યા છે. તેને લીધે તેમના મન અને જીવનની શાંતિ હણાઈ ચૂકી છે. રથે જણાવ્યું હતું કે, 'આવા વૃદ્ઘોને તાત્કાલિક કાઉન્સેલિંગ, મહત્વની ટિપ્સ અને માહિતી, આરોગ્યની સંભાળ તેમજભાવનાત્મક ટેકાની જરૂર છે.' ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર 'ભોટા ભાગના પરિવારોમાં વૃદ્ઘોને તેમના પૌત્ર-પૌત્રીઓ સાથે વાત કરવા દેવાતી નથી. તેમને સમગ્ર પરેવારના આરોગ્ય માટે જોખમ સમજીને ઘરની રોજિંદી પ્રવૃત્ત્િ।ઓમાં સામેલ કરાતા નથી.' એજવેલ ફાઉનઝેશન ૧૯૯૯થી વૃદ્ઘો સાથે કામ કરે છે અને આ બાબતે તેણે ઘણી ભલામણો કરી છે. જેમાં પરિવારના સભ્યોને વૃદ્ઘો સાથે વધુ સમય વીતાવવા જણાવાયું છે. ઉપરાંત, ઘેરબેઠા આરોગ્ય સેવા તેમજ સોશિયલ કે ઇલેકટ્રોનિક મીડિયા દ્વરા વૃદ્ઘો માટે મનોરજન કાર્યક્રમની પણ ભલામણ કરવામાં આવી છે.

(10:31 am IST)