Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

આજથી લાગુ થશે Whatsappની નવી પોલિસીઃ નવી શરતો નહીં સ્વીકારો તો કામ નહીં કરે ફીચર્સ

પોલિસીનો સ્વીકાર ન કરવા પર કયા ફીચર્સ કામ નહીં કરે તે અહીં જણાવવામાં આવ્યું છેઃ શું બંધ થઈ જશે વોટસઅપ?

નવી દિલ્હી, તા.૧૫: વ્હોટ્સએપની નવી પોલિસી અપડેટ કરવા માટે યૂઝર્સ પાસે માત્ર થોડોક સમય બાકી છે. આ નવી પોલિસી ૧૫મેથી લાગુ થશે, હાલમાં કોઈપણ યૂઝરનું એકાઉન્ટ ડિલીટ કરવામાં નહીં આવે. કંપનીએ જણાવ્યું છે કે જો પ્રાઈવસી પોલિસીનો સ્વીકારવામાં નહીં આવે, તો વ્હોટ્સએપની ફંકશનાલિટી ઓછી થઈ જશે. પોલિસીનો સ્વીકાર ન કરવા પર કયા ફીચર્સ કામ નહીં કરે તે અહીં જણાવવામાં આવ્યું છે. શું બંધ થઈ જશે વોટ્સઅપ?

આ સર્વિસ પર રોક લગાવવામાં આવશે ૅં વ્હોટ્સએપે પ્રાઈવસી પોલિસીને લઈને કેટલાક ખુલાસા કર્યા છે. કંપની અનુસાર યૂઝર સતત રિમાઈન્ડર દરમિયાન જ વ્હોટ્સએપના અનેક ફીચર અવેલેબલ નહીં રહે. તે બાદ કંપની લિમિટેડ ફંકશનાલિટી મોડમાં મુકશે. યૂઝર તેમના ચેટ લિસ્ટને એકસેસ નહીં કરી શકે, યૂઝરને અન્ય યૂઝર પાસેથી ચેટ મળશે. પરંતુ તે માત્ર નોટિફિકેશનના માધ્યમથી વાંચી શકાશે અને જવાબ આપી શકાશે.

યૂઝર્સ ઈનકમિંગ ઓડિયો કે વિડીયો કોલ રિસીવ નહીં કરી શકે. કંપનીએ હજુ સુધી સ્પષ્ટતા આપી નથી કે શરતોનો સ્વીકાર ન કરવા પર યૂઝર ઓડિયો- વિડીયો કોલ કરી શકશે કે નહીં.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફેસબુકના સ્વામિત્વવાળી કંપની તેમના યૂઝર્સ જો પ્રાઈવસી પોલિસીનો સ્વીકાર નહીં કરે તો તેમના એકાઉન્ટની ફેસિલીટી અને ફીચર્સને સીમિત કરી દેવામાં આવશે. વ્હોટ્સએપ તેમની પ્રાઈવસી પોલિસી વિશે યૂઝર્સને વારંવાર રિમાઈન્ડર આપવાનું ચાલુ રાખશે.

વ્હોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી શું છે? વ્હોટ્સએપ યૂઝર જે કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ કે રિસીવ કરે છે તેનો ઉપયોગ કંપની કોઈપણ જગ્યાએ ઉપયોગ કરી શકે છે. કંપની તે ડેટાને શેર પણ કરી શકે છે. અગાઉ દાવો કરવામાં આવ્યો હતો કે જો યૂઝર આ પોલિસીનો સ્વીકાર નહીં કરે તો તેના એકાઉન્ટનો ઉપયોગ નહીં કરી શકે. કંપનીએ આ દાવાની રજૂઆતને બાદમાં ઓપ્શનલ કહી હતી. આજકાલ દરેક વ્યકિત વ્હોટ્સએપનો ઉપયોગ કરે છે. વ્હોટ્સએપમાં ઈન્સ્ટન્ટ મેસેજની આપલે કરવામાં આવે છે.

(10:29 am IST)