Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

રાફેલ ફાઇટર પ્લેનનો નવો જથ્થો ૧૯-૨૦ મેના ફ્રાન્સથી ભારત પહોંચશે

રાફેલ ફાઇટર એરક્રાફ્ટનો બીજો બેચ ૧૯-૨૦ મેના ફ્રાન્સથી ભારત પહોંચશે. ૪ રફેલ વિમાન મેરિગ્નેક-બોર્ડોક્સ એરબેઝથી અંબાલા પહોંચશે, યુએઈ એરફોર્સ દ્વારા રિફ્યુઅલિંગની ઉપલબ્ધતા અને હવામાનની સ્થિતિ જોઈને અંતિમ તારીખ નક્કી થશે. આ સાથે, ભારતીય વાયુસેના પશ્ચિમ બંગાળના હશિમારા ખાતે ૧૦૧ "ફાલ્કન્સ ઓફ ચેમ્બ" સ્ક્વોડ્રોનને ફરી ચાલુ કરશે. ફ્રાન્સ એપ્રિલ ૨૦૨૨ પહેલાં તમામ ૩૬ રાફેલ ભારતને સોંપી દેશે.મેના અંત સુધીમાં ભારતીય વાયુસેના પાસે ૨૪ રાફેલફાઈટર પ્લેન હશે.ઇજિપ્ત પણ ૩૦ રાફેલનો ઓર્ડડરર આપ્યો છે.

(10:17 am IST)