Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

બ્રાઝિલ સૌથી વધુ સંક્રમણ છતાં લોકડાઉન ખોલાશે: વિકરાળ સંકટ વચ્ચે રાજકારણ ગરમાયુ

બ્રાઝિલમાં કોરોનાનો ચેપ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અહીંયા છેલ્લાં ૨૪ કલાકમાં ૭,૦૦૭ નવા કેસ સામે આવ્યા છે. અહીંયા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ આ મુદ્દે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. બ્રાઝિલમાં કોરોના સંકટ વિકરાળ બનતું હોવા છતાં રાષ્ટ્રપતિ બોલ્સોનારો લોકડાઉન ખોલવાની તરફેણ કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે, કેટલાક રાજ્યોના ગવર્નરો દ્વારા લાગુ કરાયેલા લોકડાઉનને મુદ્દે દેશનું અર્થતંત્ર ભાંગી રહ્યું છે.

(12:44 am IST)