Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

કેન્દ્ર સરકારના ૨૦ લાખ કરોડના પેકેજથી રાજકોષીય ખાધ બમણાથી વધીને ૭.૯ ટકાએ પહોંચશે : રિપોર્ટ

વિશ્વના વિવિધ દેશો દ્વારા જાહેર કરાયેલુ પાંચમું સૌથી મોટુ રાહત પેકેજ

નવી દિલ્હી : દેશવ્યાપી લોકડાઉનના પગલે ભારતમાં પણ આર્થિક અસ્થિરતા સર્જાઇ છે જેનો સામનો કરવા માટે મોદી સરકાર દ્વારા રૂ. ૨૦ લાખ કરોડના આર્થિક રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. જો કે આ રાહત પેકેજથી સરકારની રાજકોષીય ખાધ વધારે પહોળી થવાની ભીતિ સેવાઇ રહી છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)ના રિસર્ચ રિપોર્ટ મુજબ સરકારે રૂ.૨૦ લાખ કરોડના રાહત પેકેજની સાથે જ ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન રાજકોષીય ખાધ બમણા કરતા વધુ ઝડપથી વધીને ૭.૯ ટકાના સ્તરે પહોંચી શકે છે. રિપોર્ટ મુજબ અગાઉ ચાલુ નાણાંકીય વર્ષ માટે દેશની જીડીપીના ૩.૫ ટકા રાજકોષીય ખાધનો અંદાજ મૂકવામાં આવ્યો હતો.

સરકારે અર્થવ્યવસ્થાના વિવિધ ક્ષેત્રોને રાહત આપવા માટે કુલ મળીને ૨૦ લાખ કરોડ રૂપિયાના આર્થિક રાહત પેકેજની જાહેરાત કરી છે જે ભારતની કુલ જીડીપીના ૧૦ ટકા અને હાલ વિશ્વના વિવિધ દેશો દ્વારા જાહેર કરાયેલુ પાંચમું સૌથી મોટુ રાહત પેકેજ છે. એસબીઆઇની રિસર્ચ રિપોર્ટ મુજબમાં જણાવાયુ છે કે, આ ઉપાયોને પગલે રોકડ ખર્ચની સાથે અગાઉની અને હાલની પ્રોડક્ટ એક્સાઇઝમાં વૃદ્ધિ અને મોંઘવારી ભથ્થામાં વધારા પર પ્રતિબંધ (લગભગ જીડીપીના ૦.૮ ટકા)ને ધ્યાનમાં રાખતા અમે અમારા રાજકોષીય ખાધના લક્ષ્‍યાંકને નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ની સંશોધિત જીડીપીની તુલને ૩.૫ ટકાથી વધારીને ૭.૫ ટકા કરી દીધો છે.

રાજકોષીય ખાધના અંદાજમાં વધારો કોરોના વાયરસની મહામારીને લીધે ઓછી સરકારને ઓછી આવક અને વધારે ખર્ચને ધ્યાનમાં રાખીને કરાયો છે. રિપોર્ટમાં જણાવાયુછે સીએસઓના જીડીપીના પાછલા અંદાજો પર આધારિત મૂળ રાજકોષીય ખાધ લગભગ ૭.૧ ટકા છે. રિપોર્ટમાં કહેવાયુ છે કે, આવકમાં ઘટ કે સ્વ-સંચાલિત રાજકોષીય સ્થિરતાના લીધે રાજકોષીય ખાધ પર ૪.૫ ટકાની સીધી અસર પડશે અને જીડીપી ગ્રોથમાં ફેરફારના લીધે ૦.૯ ટકાની અપ્રત્યક્ષ અસર થશે.

(9:40 pm IST)