Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ભારતમાં થશે ફાઇટર જેટ્સનું નિર્માણ : વિદેશો પાસેથી અબજો રુપિયાની ખરીદી બંધ થશે: CDS બિપિન રાવત

એરફોર્સ હવે 6 અબજ ડોલરમાં 40ની જગ્યાએ 83 જેટ ખરીદશે.

નવી દિલ્હી:ભારત ફાઇટર જેટ્સનું નિર્માણ કરવા વિચારી રહ્યુ છે. બે વર્ષ પહેલાં જ ભારતે વિશ્વના સૌથી મોટા વોરપ્લેન કોન્ટ્રાક્ટનો ઉલ્લેખ કર્યો હતો, જે હેઠળ ગ્લોબલ કંપનીઓ પાસેથી 114 વોર એરક્રાફ્ટ્સના સપ્લાય માટે પ્રપોઝલ મોકલવાની વાત કરી હતી. ભારયીય સેના વજનથી હલકા યુદ્ધ વિમાનો સેનામાં ભરતી કરવા પર વિચારી રહી છે જેનું નિર્માણ ભારતમાં જ કરાશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતે દિલ્હી ખાતે જણાવ્યુ હતું કે તેજસ જેવા એરક્રાફ્ટ આપણા જૂના વિમાનોની જગ્યા લઇ સુરક્ષા ક્ષમતામાં વધારો કરશે. તેમણે એમ પણ જણાવ્યુ કે, એરફોર્સ હવે 6 અબજ ડોલરમાં 40ની જગ્યાએ 83 જેટ ખરીદશે.

રાવકે જણાવ્યુ કે, એરફોર્સ ભારતમાં જ બનેલા ફાઇટર પ્લેનનો ઉપયોગ કરશે. જોકે આ નિર્ણય બોઇંગ, લોકહીડ માર્ટિન કોર્પ અને સાબ જેવી કંપનીઓ માટે મોટો ફટકો છે, 15 અબજ ડોલરની ડીલ પર નજર માંડી બેઠી હતી. આત્મનિર્ભર ભારત હવે સંકેત આપી રહ્યુ છે કે, તે મોંઘા વિદેશી વિમાનો નહીં ખરીદે.

રાવતે એપ પણ જણાવ્યુ કે, ભારત ડિફેન્સ એક્સપોર્ટર તરીકે મહત્વની ભૂમિકા અદા કરશે, કારણ કે તેની કિંમત ઘણી ઓછી છે.

આ સંદર્ભે દિલ્હી સ્થિત સેન્ટર ઓફ એરપાવર સ્ટડીઝ ડાયરેક્ટર જનરલ મનમોહન બહાદૂરે જણાવ્યુ કે, આપણે જ્યારે ભારતમાં જ બનેલા એરક્રાફ્ટ ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે તો રક્ષા મંત્રાલયે હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની ક્ષમતા વધારવી પડશે, જે ભારતમાં જ જેટ બનાવે છે.

ફાઇટર જેટ ખરીદવાની આ પ્રક્રિયા આશરે 10 વર્ષ પહેલા શરુ થઇ હતી, ભારતે 2015મા દસોલ્ટ એવિએશન પાસેથી 11 અબજ ડોલરમાં 126 રાફેલ ખરીદવાનો ઓર્ડર ખતમ કર્યો હતો, પરંતુ એ પછી 36 રાફેલ ખરીદવામાં આવ્યા છે, જેથી નવા સેનામાં નવા વિમાનો આવી શકે.

(8:54 pm IST)