Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

મહારાષ્ટ્ર અને ગુજરાત બાદ તામિલનાડુમાં કોરોનાની વકરતી સ્થિતિ : છ દિવસમાં નવા 3500 કેસ નોંધાયા

છેલ્લા 14 દિવસમાં 7351 કેસ નોંધાયા: આ દરમિયાન 1000 લોકો સાજા પણ થયા

નવી દિલ્હી : ભારતમાં કોરોના સંક્રમણના કેસો ગણતરીના દિવસોમાં 80 હજારને પાર થઈ ગયા છે. ભારતમાં કોરોના સંક્રમણના આંક છેલ્લા 10 દિવસમાં ખૂબજ ઊંચા થયા છે. ભારતમાં સૌથી વધુ સંક્રમણ મહારાષ્ટ્રમાં 27524 થયું છે. અને મોતનો આંક પણ 1019ને પાર થયો છે. દેશમાં બીજા નંબરે પહોંચેલા ગુજરાત બાદ તામિલનાડુમાં પણ સ્થિતિ બહુ ખરાબ રહી છે.

 તામિલનાડુમાં 30 એપ્રિલ સુધીમાં 2300 જેટલા જ કેસ હતા. અર્થાત છેલ્લા 14 દિવસમાં 7351 કેસ નોંધાયા છે.તામિલનાડુમાં 6 મેના 771 કેસ નોંધાયા હતા. તે પછીથી 11 મેના સૌથી વધારે 798 કેસ નોંધાયા છે. તામિલનાડુમાં આ દરમિયાન 1000 લોકો સાજા પણ થયા છે. તામિલનાડુના 8 મેના 6 હજાર કેસ નોંદાયા હતા. તો 6 દિવસમાં વધુ સાડા ત્રણ હજાર કેસ નોંધાયા છે.

(8:36 pm IST)