Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

તંબાકુના વેચાણ અને જાહેર સ્થળોએ થૂંકવા પર પ્રતિબંધ મુકવો જોઈએ :સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન

કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને આના વિશે બધા રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓને પત્ર લખ્યો

નવી દિલ્હી : કોરોના વાયરસના કારણે દેશભરમાં તંબાકુ અને તેની સાથે જોડાયેલા કેટલાક ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ લાગી શકે છે. સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોને પ્રતિબંધ કરવા અપીલ કરી છે. તેમણે સાર્વજનિક સ્થાનો પર થૂંકવા પર પણ પ્રતિબંધ લગાવાની અપીલ કરી છે. કેન્દ્રીય મંત્રીએ આ અપીલ કોરોના વાયરસથી બચવા માટેના ઉપાયોને લઈને રાજસ્થાન અને ઝારખંડના નિર્ણયોને જોતા કરી છે.
કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને આના વિશે બધા રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓને પત્ર લખ્યો છે. હિંન્દુસ્તાન ટાઈમ્સના મતે હર્ષવર્ધને કહ્યું કે તંબાકુ ખાવાવાળાને સાર્વજનિક સ્થળો પર થૂંકવાની આદત હોય છે. આ ખૂબ ખતરનાક બની શકે છે. ખાસ તો કોવિડ-19, સ્વાઈન ફ્લૂ, એન્સેફ્લાઈટિસ જેવી બીમારીઓ ફેલાઈ શકે છે.

(8:35 pm IST)