Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ચીન પરની નિર્ભરતા ધીમે ધીમે ખતમ કરો : અમેરિકન કંપનીઓને ચીનમાંથી પછી બોલાવી લ્યો : ચીન દ્વારા કરાતાં હેકિંગને નિષ્ફ્ળ બનાવવા સાઇબર સુરક્ષા મજબૂત કરો : ભારત ,વિયેતનામ ,અને તાઈવાનમાં સુરક્ષા ઉપકરણોનું વેચાણ વધારો : અમેરિકન કોંગ્રેસમેન થોમ ટીલિસનો પ્લાન

વોશિંગટન : ચીને કોરોના વાઇરસ મહામારી છુપાવીને સમગ્ર વિશ્વને મોતના ખપ્પરમાં હોમી દીધું છે.તેને સબક શીખવવા અમેરિકન કોંગ્રેસમેન થોમ ટીલીસે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ પ્લાન પેશ કર્યો છે.
આ પ્લાન મુજબ તેણે ચીન પરની નિર્ભરતા ધીમે ધીમે ખતમ કરવા માટે  અમેરિકન કંપનીઓને ચીનમાંથી પછી બોલાવી લેવા જણાવ્યું છે.તથા ચીન દ્વારા કરાતાં હેકિંગને નિષ્ફ્ળ બનાવવા સાઇબર સુરક્ષા મજબૂત કરવાની ભલામણ કરી છે.ઉપરાંત  ભારત ,વિયેતનામ ,અને તાઈવાનમાં સુરક્ષા ઉપકરણોનું વેચાણ વધારવા જણાવ્યું છે.
ટિલિસનું કહેવું છે કે ચીને કોરોના સાથે જોડાયેલી માહિતી છુપાવીને છેતરપિંડી કરી છે અને વૈશ્વિક મહામારી ફેલાવી છે. આનાથી અમેરિકાના લોક ગંભીર સંકટમાં ફસાઈ ગયા છે. ચીનમાં એ સરકાર છે જેને પોતાના લોકોને લેબર કેમ્પમાં કેદ કરી દીધા છે, અમેરિકાથી ટેકનીક ચોરી અને સહયોગી દેશ માટે જોખમ બની ગયું છે.
 ટિલિસે કહ્યું કે, ‘આ વખતે અમેરિકા અને બાકી સ્વતંત્ર દેશ માટે સતર્ક થવાનો સમય છે. મારા પ્લાન દ્વારા ચીનને કોરોના અંગે તેના જુઠ્ઠાણા માટે જવાબદાર ઠેરવાશે. સાથે જ અમેરિકાની અર્થવ્યવસ્થા,લોકોના સ્વાસ્થ્ય અને રાષ્ટ્રીય સુરક્ષાને પણ ફાયદો થશે’

(5:58 pm IST)