Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

કાશ્મીરમાં મસ્જિદોમાં નમાઝ અદા કરવાની માંગણી સાથે બબાલઃ પથ્થરમારો

કાશ્મીરના ગ્રાન્ડ મુફતીએ કહ્યું કે ઇદની નમાઝ ઘરમાં કેવી રીતે હોઇ શકે ?

જમ્મુઃ લોકડાઉનમાં જુમ્મા (શુક્રવાર) સહિત દરરોજની નમાઝ મસ્જિદમાં અદા કરવાની માંગણી સાથે આજે કાશ્મીરના કેટલાક ભાગોમાં હિંસા અને પથ્થરમારાના બનાવો બન્યા છે. પોલીસ કાર્યવાહીમાં અડધો ડઝન યુવકોઘાયલ થયાના વાવડ મળે છે.

દરમિયાન ગ્રાન્ડ મુફતીએ ઇદની નમાઝ ઘરમાં જ અદા કરવાના આદેશ સામે સવાલ ઉઠાવ્યા છે.

ખાસ કરીને પુલવામામાં વધુ હિંસાની ખબર મળી રહી છે. રહમૂ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર આવી ગયા હતા.

આ યુવકોએ નમાઝ બાબતે પથ્થરમારો અને હિંસા કરી હતી અને મસ્જિદો નમાઝ માટે ખોલી નાખવા માંગણી કરેલ અને કહેલ કે પ્રદેશની બહાર શરાબના વેચાણની છૂટ અપાઇ શકતી હોય તો મસ્જિદમાં નમાઝ અદા કરવા ઉપર મનાઇ શા માટે ?

(5:21 pm IST)