Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

-તો ચીનને પણ પાછળ રાખી દેશે ભારત

કોઇ પણ સંજોગોમાં કેસોની સંખ્યામાં ઘટાડો કરવો જ પડશે

નવી દિલ્હી,તા.૩૧: દેશમાં ગઇ કાલે કોરોના વાયરસના કુલ કેસ વધીને ૭૯ હજારથી વધારે થઇ ગયા છે. છેલ્લા બે દિવસમાં સંક્રમણના નવા કેસ ૧૦ ટકા વધ્યા છે. જો કે સોમવારથી ગુરૂવાર સવાર સુધી તેનો ગ્રોથ રેટ ૧૬ ટકા હતો જે છેલ્લા ત્રણ દિવસની સરખામણીમાં ઓછો છે. ત્યારે નવા કેસ ૧૯ ટકાની ઝડપે વધ્યા હતા.

ભારતમાં આ મહિને સંક્રમણના કેસોમાં બીજા એશિયાઇ દેશોની સરખામણીમાં તેજી આવી છે. દુનિયાના સૌથી વધારે સંક્રમિત દેશોની યાદીમાં ભારત ૧૨માં નંબરે પહોંચી ગયું છે. ચીન ૧૧મા નંબર પર છે. પણ ચીનમાં હવે બહુ ઓછો કેસો આવી રહ્યા છે. જો ભારતમાં આ જ ઝડપ રહેશે તો અહીં આજે ચીનથી વધારે સંક્રમિત થઇ જશે.

ચીનનું એક જ શહેર વુહાન આ સંક્રમણથી અસરગ્રસ્ત હતું

ત્યારે ભારતના ૩ રાજ્યો (તમિલનાડુ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ) કોરોના સંક્રમિતોના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા સાત દિવસમાં કોરોનાના જે કેસ આવ્યા છે. તેમાંથી ૭૯ ટકા આ ત્રણ રાજ્યોના છે.

દેશમાં છેલ્લા ૧૧ દિવસોમાં કેસની સંખ્યા લગભગ બમણી થઇ ગઇ છે. જો કે એપ્રિલની શરૂઆતમાં જે દર હતો. તેનાથી આ દર બહુ ધીમો છે. ત્યારે ચાર દિવસોમાં કેસ ડબલ થઇ રહ્યા હતા.

(3:01 pm IST)