Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ફકત ૧૧ મીનીટમાં વેચાયા ૧૦ હજારથી વધારે ચાઇનીઝ ફોનઃ રેકોર્ડ

વડાપ્રધાન મોદી આત્મનિર્ભર ભારતની વાતો કરે છે ત્યારે

નવી દિલ્હીઃ શાઓમી તરફથી ૨૦૨૦માં કેટલાય સ્માર્ટફોન લોંચ કરવામાં આવ્યા છે અને તેમાં રેડમી  કે ૩૦ સીરીઝના મોબાઇલ કંપનીએ ચીનમાં તેને લોન્ચ કર્યો હતો, જેનું ગઇકાલે પહેલીવાર વેચાણ થયું. આ સ્માર્ટફોને પહેલા જ સેલમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. ઓફીશ્યલ સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે ફકત ૧૧ મીનીટમાં આ ફોનના ૧૦ હજારથી વધારે યુનીટો વેચાઇ ગયા છે.આ ફોનની કિંમત ૧૮૯૯ યુઆન (લગભગ ૨૦૨૦૦ રૂપિયા) રાખવામાં આવી છે. સેલની શરૂઆતમાં જ આ ફોનની જોરદાર માંગ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે આ ફોન મિડ રેન્જનો છે અને પ-જી કનેકટીવીટી સાથે આવે છે. તેની કિંમત આ ફોનને માર્કેટમાં ઉપસ્થિત બાકીના ફોનથી અલગ પાડે છે.

(2:59 pm IST)