Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ભારતીય નેવી માટે અત્યાધુનીક ૨૪ હેલીકોપ્ટરો ખરીદવા સાથે ડીલ

નવી દિલ્હીઃ અમેરીકી કંપની લોકહીડ માર્ટીન સાથે ૯૦.૫ કરોડ અમેરીકી ડોલરનો સોદો કર્યા બાદ ભારતીય નેવી માટે ૨૪ અત્યાધુનીક એન્ટી સબમરીન યુધ્ધક હેલીકોપ્ટર મેળવવા  પ્રક્રિયા શરુ કરી છે. ભારત પાસે હાલમાં ઇંગ્લેન્ડ પાસેથી ૧૯૭૧માં ખરીદાયેલ જુની ટેકનીક વાળા   સી કિંગ હેલીકોપ્ટરના સ્થાને એમએચ-૬૦ આર હેલીકોપ્ટર હિંદ મહાસાગર વિસ્તારમાં ચિન અને પાકીસ્તાનના યુધ્ધ જહાજો અને સબમરીનને ગોતવા માટે મુકાશે.અમેરીકી નેવી દ્વારા કરવામાં આવેલ સોદામાં ૩ એમએચ-૬૦ આર હેલીકોપ્ટરની ડીલેવરી તુરંત કરવા અનુમતી આપી છે. જેથી ભારતીય નેવીના પાયલોટ અને એન્જીનીયરોને આ હેલીકોપ્ટરને જાણવાનો મોકો યુધ્ધજહાજ અને સબમરીન ઉપર તૈનાતી પહેલા મળશે.

(2:58 pm IST)