Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

સમગ્ર દેશના ૧પ લાખ જેટલા

NEETના ઉમેદવારો બનાવટી ફોન કોલ્સ, SMS અને ઇ મેઇલથી સાવધાન રહેઃ NTA દ્વારા ચેતવણી

ફોન કોલ્સ, SMS કે ઇ મેઇલ દ્વારા NTA કોઇ દિવસ NEET એપ્લીકેશનની કે પછી પર્સનલ માહિતી મંગાવતું નથી : ફ્રોડ કરનારા તત્વો સામે કડક પગલા લેવાશેઃ માત્ર સત્તાવાર વેબસાઇટ ઉપરની માહિતી જ ધ્યાને લેવા વિદ્યાર્થી-વાલીઓને અપીલ

રાજકોટ તા. ૧પ : ગુજરાત સહિત સમગ્ર દેશમાં આશરે ૧પ લાખ જેટલા ઉમેદવારો આગામી ર૬ જુલાઇ, ર૦ર૦ ના રોજ ધોરણ-૧ર સાયન્સ (બી ગ્રુપ) પછી એમ.બી.બી.એસ.(મેડીકલ)માં પ્રવેશ માટે એકસાથે લેવાતી NEET (UG) (નેશનલ એલિજીબીલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અંડર ગ્રેજ્યુએશન) આપવાના છે. જે માટે તેઓ જોરશોરથી તૈયારી કરી રહ્યા છે.

સમગ્ર દેશમાં NEET(UG) નું નિયમન અને નિયંત્રણ કરતી NTA (નેશનલ ટેસ્ટીંગ એજન્સી) દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલ એક નોટીફીકેશનમાં જણાવાયું છે કે NEET(UG)  ના ઉમેદવારો છેતરપિંડી કરતા ફેક કોલ્સ, SMS  અને ઇ મેઇલ્સથી સાવધાન રહે.

જાહેર નોટીસમાં જણાવ્યા પ્રમાણે NTA ના ધ્યાને આવ્યું છે કે NEET(UG) ના ઉમેદવારોને પરીક્ષા માટે કરેલ અરજીની માહિતીની સાથે-સાથે પર્સનલ માહિતી પૂછતા ફોન કોલ્સ, SMS તથા ઇ મેઇલ મળી રહ્યા છે. પરંતુ આવી કોઇ માહિતી NTA મંગાવતું નથી, તેથી માહિતી કોઇને પણ ન આપવા વિદ્યાર્થીઓ તથા વાલીઓને અનુરોધ કર્યો છે. પરીક્ષાને લગતી કોઇપણ માહિતી માટે માત્ર સત્તાવાર વેબસાઇટ www.nta.ac.in તથા ntaneet.nic.in ઉપર આવતી માહિતીને જ માન્ય ગણવી. કોઇપણ પૂછપરછ માટે મો.નં. ૮ર૮૭૪  ૭૧૮પર, ૮૧૭૮૩ પ૯૮૪પ, ૯૬પ૦૧ ૭૩૬૬૮ ઉપર સંપર્ક પણ કરી શકાય છે.ફેક કોલ્સ, SMS કે ઇ મેઇલ દ્વારા છેતરપિંડી કરનારા આવા તત્વો સામે NTA  કડક પગલા લેશે તેવું પણ NTAના ડાયરેકટર જનરલ ડો.વિનિત જોષીએ પબ્લિક નોટીસમાં જણાવ્યું છે.

(2:58 pm IST)