Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

દારૂના વેચાણ પર પ્રતિબંધની અરજી : સુપ્રિમ કોર્ટે વકીલને જ દંડ ફટકાર્યો

દારૂની દુકાન ફરી બંધ કરાવવા માટે થયેલ અરજી નામંજૂર

અમદાવાદ : લોકડાઉનમાં ગૃહ મંત્રાલયે સામાન્ય રાહત આપતા રાજ્ય સરકારોએ દારૂની દુકાનો પણ ખોલવાની પરવાનગી આપી હતી. દારૂ પર લાગતા ટેક્સને કારણે પણ સરકારની તિજોરી ભરાય છે.

સુપ્રિમ કોર્ટેમાં દારૂની દુકાન ફરી બંધ કરાવવા માટે થયેલ અરજી નામંજૂર થઈ છે. એલ નાગેશ્વરા, એસ કે કૌલ અને બીઆર ગવઈ જજની અધ્યક્ષતાવાળી બેચ સામે આ અરજી તેમણે ફગાવી હતી અને કોર્ટે ફરિયાદકર્તાને ચેતવણી આપી 1 લાખનો દંડ ફટકાર્યો છે.

અરજીમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થતું હોવાનો આક્ષેપ કરીને દારૂ વેચાણ પર પ્રતિબંધ લાદવા અરજી થઈ હતી પરંતુ, કોર્ટે આ અરજીને માત્ર પબ્લિસિટી સ્ટન્ટ ગણાવી ફગાવી હતી.

એડવોકેટ પ્રશાંત કુમારની અરજીની વિડિયો કોન્ફરન્સ થકી થયેલ સુનાવણીમાં જસ્ટિસ રાવે કહ્યું કે આ પ્રકારની અનેક અરજી કોર્ટ સમક્ષ છે જ અને નવી અરજીઓ કરીને તમે શું માત્ર પબ્લિસિટી કરવા અહિંયા આવો છો ?

(1:11 pm IST)