Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ઉતરી સિક્કિમમાં હિમસ્ખલનના લપેટામાં આવતા એક અધિકારી અને જવાન શહીદ

હિમસ્ખલનના કારણે બંને કેટલાય ફીટ ઉંડી બરફ નીચે દબાઈ ગયા

નવી દિલ્હીઃ ઉત્તરી સિક્કિમના પર્વતીય ક્ષેત્ર લુગનકમાં હિમસ્ખલનના લપેટામાં આવવાથી સેનાના એક અધિકારી સહિત એક જવાન શહીદ થઈ ગયો. સેનાની રાહત અને બચાવ ટૂકળીની કોશિશો બાદ તેમને બચાવી ના શકાય. હિમસ્ખલનના કારણે બંને કેટલાય ફીટ ઉંડી બરફ નીચે દબાઈ ગયા હતા. કેટલાય કલાક સાચેલ સર્ચ ઓપરેશન બાદ સેનાને લેફ્ટિનેન્ટ અને સૈનિકનો પાર્થિવ દેહ મળ્યો હતો

 સેના દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ આ લોકો હિમસ્ખલનના લપેટામા આવેલ 18સભ્યોની ટીમનો ભાગ હતા. સેનાની ટૂકડી અને બરફ હટાવનાર પાર્ટી ઉત્તરી સિક્કિમમાં 14 મેના રોજ હિમસ્ખલની લપેટામાં આવી ગયા.

રાહત-બચાવ કાર્ય માટે પહોંચેલી ટીમના અથાક પ્રયાસો છતા સેનાના એક અધિકારી અને એક જવાનને બચાવી ના શકાયા. સેના તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ ઉત્તર સિક્કિમમાં એક બરફને કાઢનાર પાર્ટી અચાનક હિમસ્ખલનના લપેટામાં આવી ગઈ હતી. તમામ સૈનિકોને સુરક્ષિત કાઢી લેવામા આવ્યા.

આ ઘટનામાં સેનાના લેફ્ટિનેન્ટ કર્નલ રોબર્ટ ટી એ અને સેપર સાપલા ષણમુખ રાવનુ મોત થયું. હિમસ્ખલનના કારણે બંને બરફમા દબાઈ ગયા હતા. રાહત-બચાવ ટીમે બાકી સભ્યોને સુરક્ષિત રીતે કાઢી લીધઆ છે. ઉલ્લેખનીય છે કે સિક્કિમમાં પેટ્રોલિંગ પાર્ટીનો ભાગ અને બરફ હટાવવાના કામમા લાગેલ ભારતીય સેનાના 17-18 જવાન 14 મેના રોજ અચાનક આવેલ હિમસ્ખલનના શિકાર થઈ ગયા. સેનાના રાહત બચાવ ટીમે આમાંથી 16 સભ્યોને બચાવી લીધા હતા પરંતુ એક અધિકારી અને એક જવાનને બચાવી નહોતા શકાયા.

(11:47 am IST)