Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

સુપ્રિમમાં દાખલ કરાઇ જાહેર હિતની અરજી

શ્રમ કાયદાને નબળો બનાવવાને સુપ્રીમમાં પડકાર

ઉ.પ્ર. મધ્ય પ્રદેશ અને ગુજરાત સરકારના આદેશો રદ કરવાની માંગણી

નવી દિલ્હી તા. ૧પઃ લોકડાઉનના કારણે બંધ રહેલ ઉદ્યોગોને ગતિઆપવા માટે વિભન્ન રાજયો (ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાત) દ્વારા શ્રમ કાયદાને નબળો પાડવાના આદેશોને સુપ્રિમમાં પડકારવામાં આવ્યા છે. ઝારખંડના રહીશ પંકજકુમાર યાદવે આ અંગે સુપ્રિમમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. અરજીમાં શ્રમ કાયદાને નબળા પાડનાર રાજય સરકારોના આદેશો અને અધિસુચનાઓ રદ કરવાની માંગણી કરાઇ છે એટલું જ નહી રાજય સરકારોનો આદેશો પર વચગાળાનો સ્ટે આપવાની પણ માંગણી કરાઇ છે.

પંકજે પોતાના વકીલ નિર્મલ અંબષ્ઠ દ્વારા અરજી દાખલ કરીને કહ્યું છે કે રાજય સરકારોને શ્રમકાયદામાં ઢીલ અનેફેકટરી એકટમાં મજુરોને લાભકારક નિયમો પર રોફ લગાવતા રોકવામાં આવે અરજીમાં કેન્દ્ર ઉપરાંત ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્ર સરકારને પક્ષકાર બનાવાઇ છે કહેવામાં આવ્યંુ છે કે ઘણા રાજયોએ ઔદ્યોગીક સંસ્થાઓને વિભીન્ન શ્રમકાયદામાં છુટછાટો આપી છે.

અરજીમાં કહેવાયું છે કે શ્રમ કાયદો ગરીબ વર્ગના કલ્યાણ માટે છે અત્યારે આખી દુનિયા મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહી છે એટલે આર્થિક સહયોગના નામે રાજયોને સમાજના સૌથી નબળા વર્ગના હક્કો છીનવવાનો અધિકાર ન આપી શકાય વિભીન્ન રાજયોએ ઔદ્યોગીક સંસ્થાઓને ઘણા શ્રમકાયદાઓમાં છુટ આપી દીધી છે. જેમાં રોજીંદા અને સાપ્તાહિક કામના કલાકો વધારવા, કામદારના કોર્ટમાં જવાના અધિકારને ખતમ કરવો અને કામના સ્થળે મુળભુત સુવિધાઓ ઉપલબ્ધ હોવા બાબતે ફેકટરી ઇન્સ્પેકટરના ફેકટરીના ઇન્સ્પેકશનને બંધ કરવાનું સામેલ છે કહેવામાં આવ્યું છે કે કોરોનાના કારણે લોકડાઉનથી લાખો મજુરોની રોજી રોટી ચાલી ગઇ છે. અને તેઓ મુશ્કેલીમાં આવી ગયા છે. ત્યારે તેમના કલ્યાણ માટે બનાવાયેલ જોગવાઇઓને પાછી ખેંચી લેવાથી તેમની મુશ્કેલીઓમાં વધારો થશે.

(11:36 am IST)