Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ઉત્તર પ્રદેશની કાર્યરત સંસ્થાઓને પૂ. મોરારીબાપુ દ્વારા ૭ લાખની સહાય

ડુંઢેલી તા. ૧પ : ઉત્તર ભારતના અનેક પ્રાંતો ગરમીના દિવસોમાં આંધી અને તોફાન માટે જાણીતા છે. ગરમ હવાને કારણે અચાનક પવનની આંધી, રેતીનું તોફાન અને કમોસમી વરસાદ ઉત્તર ભારતના અનેક પ્રાંતો માટે સ્વાભિવક છે. થોડા દિવસો પૂર્વે ઉત્તર પ્રદેશના રાજાપુર જીલ્લાના સરબલ નામના ગામમાં આવી જ એક ભયાનક આંધીને કારણે તોફાન આવેલું જેમાં અનેક મકાનો આગ લાગવાને કારણે બળી ગયા હતા. એ ગામમાં મુખ્ય વસ્તી મુસ્લિમ લોકોની છે. જેમના ચાલીસથી વધુ મકાનો બળી જતા મોરારિબાપુએ તેમને સહાય મોકલવા જણાવેલ જે રામકથાના બનારસના શ્રોતાઓ દ્વારા પહોંચાડવામાં આવેલ છે. જેની રાશી બે લાખ છે. તે જ પ્રમાણે ગુજરાતમાં વિચરતી જાતી માટે કાર્યરત અને જેને અનેક એવોડ્ર્સ પ્રાપ્ત થયા છે તેવી સુશ્રી મિત્તલ પટેલને તેની સંસ્થા દ્વારા થતાં કાર્યોમાં સહાયભુત થવાના હેતુથી પાંચ લાખની સહાય મોરારીબાપુ દ્વારા આપવામાં આવી છે.

થોડા સમય પહેલા વિશાખાપટ્ટનમ નજીક ગેસ દુર્ઘટના થયેલી જેના હતભાગી પરિવારોને ૧૧ લાખ મોકલવા નકકી થયેું જે રકમ પહોંચાડવામાં અમુક વહીવટી મુશ્કેલીઓ ઉભી થઇ છે. અને તેથી એ રકમ હજુ વપરાયા વિના પડી છે જેથી એ રકમનો ઉપયોગ સેવાના કોઇ અન્ય પ્રકલ્પમાં કરવામાં આવશે.

(10:56 am IST)