Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

કોરોના મહામારીમાં આયુર્વેદિક દવાઓ રોગ પ્રતિકારક શકિત વધારવાનો રામબાણ ઇલાજ

કોવિડ -૧૯થી ભારતીય વિજ્ઞાન પધ્ધતિ 'આયુર્વેદ'નો વિશ્વભરમાં ચળકાટ : અમેરિકા, બ્રિટન, જર્મની, જાપાન જેવા દેશોમાં આયુર્વેદની ઔષધીઓ પર શોધ કાર્યો થઇ રહ્યા છે

નવી દિલ્હી,તા.૧૫: વિશ્વમાં કોરોનાના ખૌફ વચ્ચે પાંચ હજાર વર્ષો જુની ભારતીય વિજ્ઞાન પદ્ઘતી આયુર્વેદની બોલબાલા છે. આયુર્વેદિક દવાઓ રોગ પ્રતિકારક શકિત વધારવા રામબાણ ઈલાજ છે. આયુર્વેદ એટલે આયુ અને વેદ એટલે વિજ્ઞાન, જે માત્ર રોગ મટાડવા માટે જ નહીં પરંતુ સમગ્ર જીવન નિરોગી રહેવા માટે ઉપયોગી વિજ્ઞાન. કોરોના મહામારીમાં વિશ્વના કેટલાંક દેશોમાં પાંચ હજાર વર્ષ જુની ભારતીય ચિકિત્સા પદ્ઘતિ આયુર્વેદની બોલબાલા છે. અમેરિકા, બિટન, જર્મની, જાપાન, શ્રીલંકા જેવા દેશમાં આયુર્વેદની ઔષધિઓ પર શોધ કાર્યો થઈ રહયાં છે. આયુર્વેદિક દવામાં વ્યકિતની રોગ પ્રતિકારક શકિત વધારવાની તાકાત હોય છે. આ મહામારીમાં કોરોનાથી દુર રહેવા અને રોગ પ્રતિકારક શકિત વધારવા આયુર્વેદિક દવાઓ રામબાણ ઈલાજ છે.

કોરોના AP સેન્ટર વુહાનમાં જેઠીમધનો દર્દીઓ પર પ્રયોગ અસરકારક

સુદર્શન ચુર્ણમાં વપરાતું દેશી કરીયાતું કે જેને કાલમેદ્ય કહે છે. વુહાનમાં કોરોનાની સારવારમાં વપરાયેલ ચાઇનીઝ હર્બલ દવામાં તે ઉપયોગી પુરવાર થયેલ છે. વાઇરસની વૃદ્ઘી અટકાવતા જેઠીમધનો ૭૫૦થી વધુ દર્દીઓ પર તેનો પ્રયોગ અસરકારક હતો. બીજી તરફ, કંટકારી ફેફસાંનો સોજો અને શ્વાસની તકલીફ મટાડી શકે તેવું હોવાનું ડો.અમરીષ પંડયાએ કહ્યું હતું.

ઘરગથ્થુ હરબલ ટી શરદી, ખાંસી, ગળાનો દુઃખાવો, તાવથી બચાવે છે

ડો.અમરીષ પંડયાએ ઉમેર્યું હતું કે,૧૦૦ મિલી લિટર પાણીમાં ૧ ગ્રામ તજનો પાવડર, ૧ ગ્રામ સુંઠનો પાવડર. ૩ મરી. ૧૦ કાળી દ્રાક્ષ, ૨૦ તુલસી-કુદીના પાન, પ ગ્રામ ગોળ-લીબુનો રસ અડધી ચમસી નાખીને ચાની જેમ ઉકાળી દિવસમાં એકઃબે વખત પીવાથી પણ રોગપ્રતિકારક શકિત જળવાઈ રહે છે. શરદી. ખાંસી, ગળાનો દુઃખાવો તથા તાવથી બચી શકાય છે અને જેને થયેલ હોય તે ઝડપથી સાજા થાય છે. આ ઉકાળાના દ્રશ્યોનુ પ્રમાણ પોતાની પ્રકૃતિ પ્રમાણે ઓછુ વધતું કરી શકાય. ગરમ પડે તો મરી,સૂંઠ તજનું પ્રમાણ ઓછુ કરી શકાય, ખટાશ માફક ના હોય તો લીંબુના રસ વગર લઈ શકાય. ભારે ડાયાબિટીસ હોય તો ગોળને બદલે અડધી ચમચી હળદર નાંખીને લેવાય તો વધુ ઉપયોગી બને શકે છે.

માત્ર એક આમળુ ખાવાથી દિવસ માટે જરૂરી વિટામિન  C મળી રહે છે

સુવર્ણ વસંતમાલતી રસઃલઘુ વસંતમાલતી રસ રોગ પ્રતિકારક શકિત વધારવા માટે ખૂબ ઉપયોગી છે. ડાયાબિટિસ જેવા અન્ય રોગ પ્રતિકારક શકિત ઓછી કરતી બિમારીમાં સપડાયેલા દર્દીઓ માટે કોરોનાથી બચવા તે ઉપયોગી  થઈ શકે છે. જેમાં મુખ્ય દવા ઝીકનું સત્વ કે જેને ખાપરીયું'રસક કહે તે હોય છે. ઝીક રોગ પ્રતિકારક શકિત વધારવા માટે પુરવાર થયેલી દવા છે. રસાયન ચુણ મહર્ષિ વાગભટ્ટ નામના ઋષિ દ્વારા ૧૦૦ નિરોગી રહેવા બનાવેલ રોગ પ્રતિકારક દવા છે. આમળામાં સૌથી વધુ વિટામિન c હોય છે. એક આમળુ ખાવાથી દિવસ માટે જરૂરી વિટામીન સી મળી રહે છે. દર ૧૦ ગ્રામે આમળામાં ૬૦૦ મિલીગ્રામ વિટામીન સી હોય છે. -ડો.અમરીષ પંડ્યા

આયુર્વેદનો ઉપયોગ કરશો તો ભલભલા વઈરસની સામે રક્ષણ મળશે

૧૧૦ વર્ષ જુની આયુર્વેદ દવાની દુકાનમાં અમારી પાંચમી પેઢી કામ કરે છે. આયુર્વેદિક દવા જેવી કે સંશમની વટી, મહાસુદર્શન ઘાનવટી, સુર્વણ વસંતમાલતી રસ સહિત ઉકાળો અને ચવનપ્રાશ રોગ  પ્રતિકારણ શકિત વધારે છે. રોગ પ્રતિકારક શકિત વધારે હોય તો કોરોના સહિત અન્ય કોઈ વાઇ  રસ-બેકટેરિયા દુર રહે છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, શ્વાસ, હાયપર ટેન્શનમાં આયુર્વેદિક દવા  મહત્ત્વનો ભાગ ભજવે છે. આયુર્વેદિક દવાઓની અસર દવા લીધાંના ત્રણથી ચાર દિવસ બાદ શરૂ થાય છે. આયુર્વેદિક દવાઓની આડ અસર નથીતેવું હું મારા ૩૫ વર્ષના અનુભવથી કહી શકુ છું.   -વૈદ્ય જગદીશ શાહ

કોરોના મહામારીમાં આયુર્વેદ-હોમિયોપથી વિજ્ઞાન વિશ્વની નજરમાં આવ્યું

કોરોના વાઇરસની મહામારીમાં આયુર્વેદ અને હોમિયોપેથી દવાઓ વિશ્વની નજરમાં આવી ગઈ છે. આયુર્વેદિક અને હોમિયોપેથી દવાઓના વિજ્ઞાનનું ખુબ જ મહત્ત્વ છે. આયુર્વેદ દવાઓથી રોગ પ્રતિકારક શકિત તો વધે જ છે સાથે સાથે માનવ શરિરને અનેક ફાયદમ છે. આ દવાઓ વ્યકિતને માનસિક અને શારીરિક રીતે તંદુરસ્ત રાખવામાં મદદરૂપ નીવડે છે. કોરોના વાઇરસના સકમણથી વધતાં માનસિક તણાવની સમસ્યામાં પણ આ દવાઓ ઉપયોગી છે. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશનાં  વિવિધ રાજયોમાં આયુષ વિભાગ પણ શરૂ કર્યો છે. વિદેશમાં પણ આયુંવેદિક અને હોમિયોપેથિક દવાઓની માંગમાં વધારો થયો છે.       -ડો.રાજેશ શાહ

(10:31 am IST)