Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

સેનેટમાં બિલ રજૂ કરાયું

અમેરિકા ચીન વિરૂધ્ધ કડક પ્રતિબંધોની તૈયારીમાં

વોશિંગ્ટન તા. ૧૫ : કોરોનાની મહામારી વચ્ચે અમેરિકા હવે આકરા આપણીએ છે. આવી સ્થિતિમાં અમેરિકા ચીન વિરૂદ્ઘ કેટલાક પ્રતિબંધ લાવવાની તૈયારીમાં છે. મળતી માહિતી પ્રમાણે સેનેટમાં બિલ રજૂ કરવામાં આવ્યું છે.

આ બિલના આધારે ટ્રમ્પને તાકાત આપવાની કોશિશ કરવામાં આવી રહી છે. અમેરિકાના વિદેશપ્રધાન માઇક પોમ્પિયોએ ભારત, ઇઝરાયલ, દક્ષિણ કોરિયા, જપાન, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલના વિદેશપ્રધાન સાથે મંત્રણા કરી છે.

આ મંત્રણામાં ચીનને કોરોના માટે જવાબદાર ઠેરવવા માટેની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી છે. અમેરિકાના તવ સેનેટ સભ્યોએ જણાવ્યું કે એક બિલ લાવવામાં આવે અને આ બિલ દ્વારા ટ્રમ્પને ચીન પર પ્રતિબંધ લાગુ કરવાના અધિકાર મળે.

(10:29 am IST)