Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

કુલ મૃત્યુઆંક ૮૪૦૦૦

અમેરિકા પર યમરાજની સીધી નજર, છેલ્લા ૨૪ કલાકમાં ૧,૭૫૪ લોકોનાં મોત

વોશીંગ્ટન, તા.૧૫: અમેરિકામાં કોરોના વાયરસનાં કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ન તો અટકી રહી છે અને ન ઓછી થઈ રહી છે. ૨૪ કલાકમાં કોરોનાથી મૃત્યુઆંક ફરી એકવાર ૧ હજારને વટાવી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં, અમેરિકામાં કોરોનાને કારણે ૧,૭૫૪ લોકોનાં મોત નીપજયાં છે, જયારે વિશ્વની મહાશકિત તરીકે ઓળખાતા અમેરિકામાં કોરોના વાયરસથી ૮૪,૦૦૦ થી વધુ લોકોનાં મોત થયાં છે.

જહોન્સ હોપકિન્સ યુનિવર્સિટીનાં જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં અમેરિકામાં ૧,૭૫૪ કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા છે. વળી, આ વાયરસથી વિશ્વભરમાં ૩ લાખથી વધુ લોકો માર્યા ગયા છે. વળી, ૪૪ લાખથી વધુ લોકો કોરોનાથી સંવેદનશીલ છે. કોરોના વાયરસનો ચેપ ઝડપથી ફેલાઇ રહ્યો છે. અમેરિકામાં કોરોના વાયરસનો ફેલાવો સૌથી વધુ છે. અહી ૮૪ હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જયારે ૧૩ લાખથી વધુ લોકો ચેપગ્રસ્ત છે. આવી સ્થિતિમાં, અમેરિકામાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધુ ઝડપથી વધી શકે.

(10:28 am IST)