Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

શિયાળા પછી વસંત આવે છે

ન્યૂઝીલેન્ડમાં લોકડાઉન ખુલતા જ અડધી રાત્રે વાળ કપાવવા દોડયા લોકો!

ન્યુઝીલેન્ડમાં બુધવારે અડધી રાતથી લોકડાઉન હળવું કરાયું

ઓકલેંડ, તા.૧૫: કોરોના વાયરસ સામેની લડાઈમાં ઉદાહરણ રૂપ બનેલા ન્યૂઝીલેન્ડમાં બુધવારે અડધી રાત્રે જેવી લોકડાઉનમાં ઢીલ અપાઈ, મોટી સંખ્યામાં લોકો હેરકટ કરાવવા માટે નીકળી પડ્યા. કેટલાય દિવસોથી વધી રહેલા વાળોની સાથે જ અત્યાર સુધી લોકો વિડીયો કોલ કરી રહ્યા હતા અને રાહ જોઈ રહ્યા હતા કે કયારે સલૂન ખુલશે. એટલે કોનરેડ ફિટ્ઝ-જેરાલ્ડે પણ બુધવારે અડધી રાત્રે જ પોતાનું સલૂન ખોલી દીધુ અને તેની પાસે સંખ્યાબંધ ફોન આવવા લાગ્યા. આ દેશ ધીરે-ધીરે સામાન્ય સ્થિતિ તરફ આગળ વધવા તૈયાર થઈ રહ્યો છે.

દિવસોથી વધેલા વાળ સાથે જ અત્યાર સુધી લોકો વિડીયો કોલ કરી રહ્યા હતા અને રાહ જોઈ રહ્યા હતા કે કયારે સલૂન ખુલશે. એટલે કોનરેડ ફિટ્ઝ-જેરાલ્ડે પણ બુધવારે અડધી રાત્રે જ પોતાનું સલૂન ખોલી દીધું.

ન્યૂઝીલેન્ડમાં અડધી રાત્ર પછીથી મોટાભાગની જગ્યાએ લોકડાઉનમાં ઢીલ આપી દેવાઈ. હવે, મોલ, રીટેલ સ્ટોર અને રેસ્ટોરન્ટ ખુલવા લાગ્યા છે અને લોકો કામ પર જવા લાગ્યા છે. મોટાભાગની જગ્યાઓ પર ૧૦ લોકોથી વધુને મંજૂરી નથી. દેશમાં મંગળવારે અને બુધવારે એક પણ કેસ નથી નોંધાયો. કોરોના વાયરસની ઝપેટમાં આવેલા ૧,૫૦૦માંથી ૧,૪૦૦થી વધુ લોકો સારવાર બાદ સાજા થઈ ચૂકયા છે, જયારે કે ૨૧ લોકોના મોત થઈ ચૂકયા છે.

જેરાલ્ડે જણાવ્યું કે, તેને અડધી રાત્રે હેરકટ માટે લગભગ ૫૦ લોકોએ પૂછ્યું, પરંતુ મારા દીકરાથી શરૂ કરીને માત્ર એક ડઝન લોકોને જ એડેન્ટ કર્યા. તેણે જણાવ્યું કે, 'લોકો કહી રહ્યા છે કે તેમના વાળ કન્ટ્રોલથી બહાર જઈ રહ્યા છે અને તે સંભાળી શકતા નથી. મોટાભાગે ટીનેજર્સના પેરેન્ટ્સ કોલ કરી રહ્યા છે.' આ દરમિયાન જેરાલ્ડ પોતે પણ વાયરસ ફેલાતો અટકાવવા સાવચેતી રાખી રહ્યો છે. તેણે પોતે ઘણું તેજ સેનિટાઈઝર બનાવ્યું છે.

ન્યૂઝીલેન્ડમાં સ્કૂલ સોમવારથી ખુલશે, પરંતુ ૨૧ મેથી પહેલા બાર બંધ રહેશે. હકીકતમાં, સાઉથ કોરિયામાં બાર ખુલ્યા બાદ પોઝિટિવ કેસ વધી ગયા હતા. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા આર્ડેનએ કહ્યું છે કે, દેશ વાયરસના કારણે સૌથી વધુ પડકારરૂપ આર્થિક સ્થિતિઓનો સામનો કરી રહ્યો છે. તેમણે કહ્યું કે, 'ન્યૂઝીલેન્ડમાં શિયાળો ઘણો મુશ્કેલભર્યો રહેવાનો છે, પરંતુ દરેક શિયાળા પછી વસંત આવે છે અને જો અમે યોગ્ય નિર્ણય લઈએ છીએ તો અમે ન્યૂઝીલેન્ડના રહેવાસીઓને પાછા કામ પર લઈ જઈ શકીએ છીએ અને આપણી અર્થવ્યવસ્થા ફરીથી ઝડપથી ચાલવા લાગશે.'

(10:28 am IST)