Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

લોકડાઉને રાજ્યોની કેડ ભાંગી : એપ્રિલમાં ૯૧૧૦૦ કરોડનું નુકસાન

લોકડાઉનને કારણે રાજ્યોની આવકના સાધનો SGST, વેટ, વિજળી કર, ડયુટી વગેરે આવતા બંધ થઇ ગયા : સૌથી વધુ મહારાષ્ટ્રને ૧૩૨ અબજ, યુપીને ૧૧૧.૨૦ અબજ, તામિલનાડુને ૮૪.૧૨ અબજ, કર્ણાટકને ૭૧.૧૭ અબજ તથા ગુજરાતને ૬૭.૪૭ અબજનું નુકસાન

નવી દિલ્હી તા. ૧૫ : કોરોના વાયરસ મહામારી અને ત્યારબાદ શરૂ થયેલા લોકડાઉને અર્થવ્યવસ્થાને ખરાબ રીતે પ્રભાવિત કરી છે. ક્રેડિટ એજન્સી ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચના તાજા અનુમાનો પ્રમાણે, લોકડાઉનને કારણે એપ્રિલમાં ભારતના ૨૧ મુખ્ય રાજયોને ૯૭૧ બિલિયન (૯૭૧ અબજ) રૂપિયાની આવકનું નુકસાન થયું છે.

કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજય મહારાષ્ટ્રને સૌથી વધુ ૧૩૨ અબજ રૂપિયાની આવકનું નુકસાન થયું છે. ત્યારબાદ ઉત્ત્।ર પ્રદેશ (૧૧૦.૨૦ રૂપિયા), તમિલનાડુ (૮૪.૧૨ અબજ રૂપિયા), કર્ણાટક (૭૧.૧૭ અબજ રૂપિયા) અને ગુજરાત (૬૭.૪૭ અબજ રૂપિયા)ને સૌથી વધુ નુકસાન થયું છે.

ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચના મુખ્ય અર્થશાસ્ત્રી અને ડાયરેકટર ડો. સુનીલ કુમાર સિન્હાએ કહ્યુ, કેન્દ્ર અને રાજય, બંન્ને સરકારી રોકડ પ્રવાહની કમીના સંકટનો સામનો કરી રહ્યા છે, પરંતુ રાજયોની સમસ્યાઓ વધુ અનિશ્યિત છે કારણ કે કોવિડ ૧૯ વિરુદ્ઘ વાસ્તવિક લડાઈ રાજય લડી રહ્યાં છે અને તેને સંબંધિત ખર્ચ પણ તે ખુદ કરી રહ્યાં છે.

સિન્હાએ વધુમા કહ્યુ, હાલની પરિસ્થિતિમાં, કેન્દ્ર સરકારથી રાજય સરકારને મળનારી પ્રાપ્તિઓની માત્રા અને સમય વિશે કોઈ નિશ્ચિતતા નથી. આ સિવાય રાજયમાં આવકના પોતાના  સ્ત્રોત અચાનક નિચલા સ્તર પર પહોંચી ગયા છે. તેના કારણે રાજય સરકારોએ ઓછા ખર્ચવાળા ઉપાયો અપનાવવા પડી રહ્યાં છે અને રાજસ્વ ઉભુ કરવાની નવી રીતનો સહારો લેવો પડી રહ્યો છે.

અનુમાન પ્રમાણે, લોકડાઉન તમામ રાજયોની આવક પર પ્રતિકૂળ પ્રભાવ પાડશે, વિશેષ કરીને તે રાજયો પર જેની આવકનો ખુબ મોટો ભાગ તે ખુદ ઉત્તપન કરે છે. કેટલાક રાજયોએ પેટ્રોલ અને ડીઝલ પર વેલ્યૂ એડિડ ટેકસ (વેટ)માં વધારો કર્યો છે અને વધારેલી એકસાઇઝ ડ્યૂટીની સાથે દારૂના વેચાણને મંજૂરી આપી છે. ગુજરાત, તેલંગણા, હરિયાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરલ, મહારાષ્ટ્ર અને ગોવા જેવા રાજયો પોતાની આવકન ૬૫-૭૬ ટકા પોતાના ખુદના  સ્ત્રોતથી પ્રાપ્ત કરે છે.

રાજયોની પાસે આવકના સાત મુખ્ય  સ્ત્રોત છે. સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેસ્ટ  (SGST), રાજયો દ્વારા લગાવવામાં આવતો વેટ (પેટ્રોલિયમ ઉત્પાદનો પર), સ્ટેટ એકસાઇઝ (મુખ્ય રૂપથી દારૂ પર)સ સ્ટેમ્પ અને રજીસ્ટ્રેશન ફી, વાહનો પર લાગતો ટેકસ, વીજળી પર લાગતો ટેકસ અને ડ્યૂટી અને રાજયોનું નોન-ટેકસ રેવેન્યૂ, રાજયોના બજેટના આંકડાના સંશોધિત અનુમાનથી જાણકારી મળે છે કે તમામ મુખ્ય રાજયોને લગભગ આ  સ્ત્રોતમાંથી કોઈ આવત પ્રાપ્ત થઈ હોય.

રાજયને લોકડાઉન દરમિયાન જરૂરીયાત સેવાઓથી આવકનો એક નાનો ભાગ પ્રાપ્ત થયો છે. એસજીએસટી, વેટ, વીજળી કર અને ચાર્જ જે મુખ્ય આવકના  સ્ત્રોત છે, તેનો મોટો ભાગ લોકડાઉનને કારણે મળ્યો નથી.

લોકડાઉનના કારણે દેશના ૨૧ રાજયોને એપ્રિલ માસમાં ૯૧,૧૦૦ કરોડ રૂપિયાનું મહેસૂલી નુકસાન થયુ છે. જેમાં સૌથી વધારે મહેસુલી આવકમાં નુકસાન ગુજરાતને થયું હોવાના અહેવાલ છે. આ સાથે દેશના રાજયોમાં એપ્રિલ માસમાં જીએસટી આવક ૨૬,૯૬૨ કરોડ ઘટી છે. દેશના ર૧ રાજયોમાં સૌથી વધારે નુકસાન એ ગુજરાતને થયું છે. મહારાષ્ટ્ર અને ગુજરાત એ દેશમાં આર્થિક રાજયો છે. આ બંને રાજયોની આવક એ અતિ અગત્યની છે. દેશમાં કોરોના સૌથી વધુ આ બે રાજયોમાં વકરતાં તેઓ દેશમાં પ્રથમ અને બીજા નંબરે છે. જેને પગલે લૌકડાઉનનો સૌથી કડક અમલ અહીં કરાતાં સરકારની આવકને ફટકો પડ્યો છે. જોકે, આજે નીતિન પટેલે ગુજરાતમાં ૭૦ ટકા ઉદ્યોગો શરૂ કરાયા હોવાની જાહેરાત કરી છે.

એકસાઈઝ ડ્યુટીની વસૂલીમાં ૧૩,૭૮૫ કરોડનું નુકસાન થયુ છે. ઈન્ડિયા રેટિંગના રિપોર્ટ પ્રમાણે વિમાન, પર્યટન અને હોટલ સહિત હોસ્પિટાલિટીની સુવિધા બંધ થવાના કારણે ઉદ્યોગ-વેપાર બંધ થયા છે. જેથી દેશના તમામ રાજયની મહેસૂલી આવક ઘટી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ કે, સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટ્રેશનમાં ૧૧,૩૯૭ કરોડ, વીજળી ટેકસમાં ૩,૪૬૪ કરોડ રૂપિયાનું નુકસાન દેશના રાજયોને થયું છે. જે રાજયમાં સૌથી વધારે નુકસાન થયું તેમાં ગુજરાત, હરિયાણા, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને તેલંગાણાનો સમાવેશ થાય છે.

(10:26 am IST)