Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

કોરોનાના કહેર વચ્ચે ભારત પર હવે હાથીઓ પરનો જૂનોટિક રોગનો ખતરો મંડરાયો

જૂનોટિંગ રોગ એક એવી બિમારી છે, જે હાથીઓથી મનુષ્યમાં સરળતાથી પહોંચી શકે

નવી દિલ્હી : કોરોના વાયરસ સંક્રમણ વચ્ચે ભારતમાં હાથીઓ પર જૂનોટિક રોગનો ખતરો મંડરાઈ રહ્યો છે. એક પશુ અધિકાર સંગઠને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને આ મામલે જાણકારી આપી છે. સંગઠન તરફથી કહેવામાં આવ્યું છે કે, હાથીઓને પ્રદર્શન માટે આપવામાં આવતી ટ્રેનિંગ પર રોક લગાવવામાં આવે. સંગટનનું કહેવું છે કે, હાથીમાં તપેદીકનો પ્રસાર વધારે થઈ રહ્યો છે, જે સાર્વજનિક સ્વાસ્થ્ય માટે ખતરો બની શકે છે.

 

  પીપુલ ઓફ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ (PETA)એ કેન્દ્રીય મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી મંત્રીને પણ આ મામલે આગાહ કર્યા છે. સંસ્થા દ્વારા ગિરિરાજ સિંહને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, જૂનોટિંગ રોગ એક એવી બિમારી છે, જે હાથીઓથી મનુષ્યમાં સરળતાથી પહોંચી શકે છે

  પત્રમાં કહેવામાં આવ્યું છે કે, દેશમાં અનેક બંદી (પાલતું) હાથી ટીબીથી પીડિત છે. પેટાનું કહેવું છે કે, ટીબીથી પીડિત હાથીઓને જયપુર પાસે આમેર કિલ્લામાં સવારી માટે ઉપયોગ કરવામાં આવે છે, અને કેટલાક સર્કસ, તહેવાર, પરેડ દ્વારા હાથીઓના સંપર્કમાં આવે છે. પેટા ઈન્ડિયાના સીઈઓ અને પશુ ચિકિત્સક ડો. મણિલાલ વલિયતનું કહેવું છે કે, કોવિડ-19થી આપણે એ સીખવું જોઈએ કે, આપણે જૂનોટિક રોગને ગંભીરતાથી લેવાની જરૂરત છે. તેમણે કહ્યું કે, આ સાચો સમય છે જ્યારે આપણે બંદી હાથીઓને પ્રકૃતિના હિસાબે જીવવા દેવા જોઈએ. સર્કસ, ટીવી અને અન્ય સ્થાનો પર હાથીઓના પ્રદર્શન પર રોક લગાવી દેવી જોઈએ.

(12:55 am IST)