Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1602 કેસ નોંધાયા : મૃત્યુઆંક 1019એ પહોંચ્યો

મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 27524 થઈ

મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસએ હાહાકાર મચાવ્યો છે રાજ્યમાં કોરોનાના કારણે 1 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લાં 24 કલાકની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 44 દર્દીના મોત કોરોના વાઈરસના લીધે થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 1019 લોકોના મોત કોરોના વાઈરસના લીધે નીપજ્યાં છે

 . મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 1602 કેસ સામે આવ્યા છે. આ નવા કેસની સાથે મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 27524 થઈ ગઈ છે

(12:00 am IST)