Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

જાપાનમાંથી હટાવાઈ ઈમરજન્સી : શિંઝો આબેએ કહ્યુ - આજથી એક નવી જિંદગીની શરૂઆત થશે

47માંથી 39 પ્રાંતોમાં ઈમરજન્સી હટાવી: ટોકિયો, ઓસાકા સહીતના પ્રાંતોમાં ઇમરજન્સી ચાલુ

જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબેએ જણાવ્યુ છે કે તેમના દેશના મોટાભાગના ભાગોમાં કોરોના વાયરસ માટે જે ઈમરજન્સી લગાવવામાં આવી હતી તેને હટાવી લેવામાં આવી છે. જો કે રાજધાની ટોકિયો અને ઓસાકામાં હજુ ઈમરજન્સી ચાલુ રહેશે. પીએમ આબેએ કહ્યુ છે કે આજે એક નવી જિંદગીની શરૂઆત છે અને આશા છે કે આવનારા દિવસો સામાન્ય રહેશે.

જાપાનના પીએમ આબેએ ટીવી પર રાષ્ટ્રના નામે સંબોધન કર્યુ અને આ વાતનુ એલાન કર્યુ. તેમણે કહ્યુ, આજે અમે નિર્ણય કર્યો છે કે 47માંથી 39 પ્રાંતોમાં ઈમરજન્સી હટાવી લેવામાં આવશે. ટોકિયો ઉપરાંત ઓસાકા, ક્યોટો અને હોકાઈદો સિહત સાત પ્રાંતોમાં હજુ ઈમરજન્સી ચાલુ રહેશે. આ પ્રાંતોને હાઈ રિસ્કવાળી જગ્યાઓમાં રાખવામાં આવ્યા છે. જાપાને સાત એપ્રિલે એક મહિના માટે ટોકિયો અને છ શહેરી પ્રાંતોમાં ઈમરજન્સીનુ એલાન કર્યુ હતુ. ત્યારબાદ આખા દેશમાં આને 31 મે સુધી વધારવામાં આવ્યુ હતુ. દેશમાં સંક્રમણના કેસોમાં ઘટાડો થતા આબેએ નિર્ણય કર્યો કે દેશની અર્થવ્યવસ્તાને આગળ વધારવા માટે પ્રતિબંધોમાં ઢીલ આપવી જરૂરી છે.

(11:45 pm IST)