Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

યુ.એ.ઈ. માં કોરોનાના નવા 698 કેસ નોંધાયા : કુલ સંક્રમિતની સંખ્યા 21,084 થઇ: વધુ બે લોકોના મોત : મૃત્યુઆંક 208 થયો

407 કોરોના દર્દીઓ સ્વસ્થ થયા: સાજા થયેલ દર્દીઓની સંખ્યા 6,930 થઈ

નવી દિલ્હી ; યુએઈ માં કોરોના ચેપના 698 નવા કેસો નોંધાયા છે અને 2 અન્ય લોકો પણ મૃત્યુ પામ્યા છે આરોગ્ય મંત્રાલય દ્વારા આ માહિતી મળી હતી.નવા કેસો અને બીજા 2 લોકોના મૃત્યુ પછી, ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 21, 084 થઈ છે અને મૃત્યુની સંખ્યા વધીને 208 થઈ ગઈ છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, 407 કોરોના દર્દીઓ પણ સ્વસ્થ થયા છે, જેનાથી પુન: સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા 6,930 થઈ ગઈ છે. મંત્રાલય અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં 37,000 કોરોના પરીક્ષણો કરાયા હતા, જેના પગલે નવા કેસ બહાર આવ્યા હતાં.

(12:00 am IST)