Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

કાબુલમાં થયેલ આતંકી હુમલામાં મૃત્યુઆંક 24 થયો

હોસ્પિટલમાં આશરે 20 નવજાત શિશુઓ લવાયા : જેની સંભાળ લેવા માટે કોઈ નથી

અફઘાનિસ્તાનના કાબુલના પશ્ચિમ વિસ્તારમાં પ્રસૂતિ હોસ્પિટલમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં 24 લોકોનાં મોત થયા છે, જેમાં મોટે ભાગે મહિલાઓ અને બાળકો છે.

હોસ્પિટલના મુખ્ય ચિકિત્સક જન્નત ગુલ અસ્કાર્જાદા એ જણાવ્યું હતું કે, "ત્યાં આશરે 20 નવજાત શિશુઓ લાવવામાં આવ્યા છે, જેની સંભાળ લેવા માટે કોઈ નથી. નવજાતને કાબુલની અતાર્તુક હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે અને તેમાંથી એક ઓર્થોપેડિક સારવાર માટે છે, તેને ચિલ્ડ્રન્સ હેલ્થ હોસ્પિટલમાં મોકલેલ છે." ડોકટરોના જણાવ્યા મુજબ, હજી સુધી તેના પરિવારના સભ્યોના કોઈ સમાચાર નથી.

હોસ્પિટલના ડૉક્ટરે કહ્યું કે, આ હુમલાના થોડા કલાકો પછી નજીકના વિસ્તારોની ઘણી મહિલાઓ, આ બાળકોની સંભાળ લેવા હોસ્પિટલમાં આવી હતી. અર્થશાસ્ત્ર મંત્રાલયમાં કાર્યરત ફિરોઝા ઓમર, બીજાને પણ આવું કરવા પ્રોત્સાહિત કરે છે. 

કાબુલના રહેવાસી અઝીઝા કિરમાનીએ જણાવ્યું હતું કે, હું એવા બાળકોને દત્તક લેવા તૈયાર છું કે જેમણે તેની માતા ગુમાવી છે અથવા જેના કુટુંબ પાસે તેને ઉછેરવાની આર્થિક ક્ષમતા નથી. કાબુલની વતની ફાતિમાએ કહ્યું કે હું આ બાળકોની મદદ માટે આ હોસ્પિટલમાં આવી છું.

(9:32 am IST)