Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ઉત્તર સિક્કિમ વિસ્તારમાં 17-18 સૈનિકો હિમસ્ખલનની લપેટમાં: એક જવાના ગૂમ :અન્યને બચાવી લેવાયા

લુગ્નાક વિસ્તારમાં એક ટુકડી રસ્તા પરથી બરફ હટાવવા ગયેલ ટુકડી હિમસ્ખલનની લપેટમાં આવી

ગેંગટોક: સિક્કિમમાં પેટ્રોલિંગ પર નિકળેલા ભારતીય લશ્કરના જવાનો સાથે  ગંભીર દુર્ઘટના ઘટી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ઉત્તર સિક્કિમ વિસ્તારમાં 17-18 સૈનિકો હિમસ્ખલનની લપેટમાં આવી ગયા હતા. ભારતીય લશ્કરના સૂત્રોના મતે લગભગ તમામ જવાનોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે એક જવાન હજુ ગુમ હોવાથી તેની શોધખોળ કરવામાં આવી રહી છે.

ભારતીય લશ્કરે પણ એક સૈનિક ગુમ થયો હોવાની પુષ્ટિ કરી છે. લશ્કરે આપેલા એક નિવેદનમાં જણાવાયું છે કે ઉત્તર સિક્કિના લુગ્નાક વિસ્તારમાં એક ટુકડી રસ્તા પરથી બરફ હટાવવા માટે ગઈ હતી. તે જ સમયે અચાનક હિમસ્ખલન થતા આ ટુકડી તેની લપેટમાં આવી ગઈ હતી. લશ્કરના જણાવ્યા મુજબ એક જવાનને બાદ કરતા અન્ય જવાનો મળી આવ્યા છે.

(12:00 am IST)