Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ભયંકર અંધકાર છે કઠિન સમય છે, હિંમત રાખો : દેશના સ્વાભિમાનના ધ્વજને ઝુકવા નહિ દઈએ

રાહુલ ગાંધીએ પ્રવાસી મજૂરોનો એક માર્મિક વીડિયો પોસ્ટ કર્યો

નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક વીડિયો ટ્વીટ કરી કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે.

રાહુલ ગાંધીએ પ્રવાસી મજૂરોનો એક માર્મિક વીડિયો પોસ્ટ કરતા લખ્યુ, 'ભયંકર અંધકાર છે કઠિન સમય છે, હિંમત રાખો- આપણે બધા તેની સુરક્ષામાં ઊભા છીએ. સરકાર સુધી તેનો અવાજ પહોંચાડીને રહીશું, તેના હકની મદદ અપાવીને રહીશું. દેશની સાધારણ જનતા નહીં, આ તો દેશના સ્વાભિમાનનો ધ્વજ છે... તેને ઝુકવા દેશું નહીં.

(12:00 am IST)