Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

અમેરિકાના પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાનો રોલ મહત્વનો : એશિયન અમેરિકન તથા યુવા ડેમોક્રેટમાં લોકપ્રિયતા અકબંધ : ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનના પ્રચારમાં સક્રિય થવાની શક્યતા

વોશિંગટન : નવેમ્બર 2020 માં યોજાનારી અમેરિકાના પ્રેસિડન્ટ પદની ચૂંટણી હવે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ ઉમેદવાર જો બિડન વચ્ચે કાટેકી ટક્કર સમાન બની રહેવાની સંભાવના વધતી જાય છે.
મોટા ભાગના ડેમોક્રેટ અગ્રણીઓ જો બિડનને સમર્થન આપી ચુક્યા છે.તેવા સંજોગોમાં પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાનો રોલ  મહત્વનો પૂરવાર થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે વર્તમાન પ્રેસિડન્ટ ટ્રમ્પ અવારનવાર પૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાની  નીતિ રીતિઓની ટીકા કરી રહ્યા છે.તેમજ તેમણે લીધેલા નિર્ણયો બદલવાની કોશિષ કરી રહ્યા છે.તેવા સંજોગોમાં ઓબામા ટ્રમ્પ વિરુદ્ધ પ્રચારમાં સક્રિય બને તેવી પુરી શક્યતા છે.અને જો તેઓ સક્રિય થાય તો જો બિડન નું પલ્લું ભારે થઇ શકે છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:29 pm IST)