Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

" તદ્દન નવો નુસખો " : ઇન્ડોનેશિયામાં લોકડાઉન કે સોશિઅલ ડીસ્ટન્સનું પાલન નહીં કરનારાઓ પાસે શૌચાલય સાફ કરાવાશે : માસ્ક પહેર્યા વિના બહાર નીકાળનારને અઢી લાખ ઈન્ડોનેશિયન ચલણનો દંડ

જાકાર્તા : કોરોના વાઇરસ ફેલાતા અટકાવવા માટે અસરકારક ગણાતા લોકડાઉન તેમજ સોશિઅલ ડીસ્ટન્સના ધજાગરા ઉડાડનારાઓ ને શિક્ષા કરવા માટે ઈન્ડોનેશિયન સરકારે નવો નુસખો શોધી કાઢ્યો છે.જે મુજબ આવા લોકો પાસે પબ્લિક ટોયલેટ એટલેકે જાહેર શૌચાલય સાફ કરાવાશે
ઉપરાંત નાગરિકો  માટે આખેઆખું શરીર ઢંકાય તેવા વસ્ત્રો ફરજીયાત કરાયા છે.તેમજ સરકારના કોઈપણ કાયદાનું ઉલ્લંઘન કરનારાઓના શરીર ઉપર કાયદો તોડનાર એવું બોર્ડ લગાવાશે
માસ્ક પહેર્યા વિના બહાર નીકાળનારને અઢી લાખ ઈન્ડોનેશિયન ચલણનો દંડ કરાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
 

(11:15 am IST)